પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે

પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતરી: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, અને જે કંઇ પણ તમારા હૃદયોમાં છે ભલે ને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે અને જેને ઇચ્છશે તેને સજા આપશે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} [અલ્ બકરહ: ૨૮૪], કહ્યું: આ આયત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓને ખુબ જ અઘરી લાગી, તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, ઘૂંટણિયે પડી ગયા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને એવા કાર્યો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ તમારા પર આ આયત ઉતરી છે, તેને કરવા પર અમે સક્ષમ નથી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું: «તમે તમારા પહેલાના બે ગ્રંથોના લોકો (યહૂદીઓ અને ઈસાઈઓ) કહેતા હતા એમ કહો છે: અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી? પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે», સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે, જયારે તેમણે આ પઢયુ અને પોતાની જબાન વડે તેની સાક્ષી આપી તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} [અલ્ બકરહ: ૨૮૫], જયારે તેઓ કરવા લાગ્યા, તો અલ્લાહ તને રદ કરી આ આયત ઉતારી: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો), હે અમારા પાલનહાર! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં»,{હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {તે અમારાથી ન ઉઠવડાવશો, અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જયારે અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતારી, જેમાં પવિત્ર અલ્લાહએ કહ્યું: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે} સજર્ન, પ્રભુત્વ, નિયંત્રણ અને વ્યવસ્થા માં, {અને જે તમે જાહેર કરો છો} જે તમે જાહેર કરો છે, {જે કંઈપણ તમારા દિલમાં છે} દિલોમાં છે, {અથવા છુપાવો છો} જે કંઈપણ તમે તમારા હૃદયમાં છુપાવો {તેનો અલ્લાહ તમારી પાસે હિસાબ લે શે} કયામતના દિવસે. {પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે} પોતાની કૃપા અને દયાથી, {અને જેને ઇચ્છશે તેને સજા આપશે} પોતાના ન્યાયથી, {અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} તેના માટે કંઈપણ અશક્ય નથી. જયારે સહાબાઓએ આ આયત સાંભળી, તો તેમના માટે મુશ્કેલી થઇ ગઈ; કારણકે તેમાં દિલમાં આવતા વસવસા પણ પકડની વાત કરવામાં આવી છે. તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને ઘૂંટણિયે પડીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને શારીરિક ઈબાદતોનો આદેશ આપવામાં આવ્યો, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ આ આયત જે તમારા પર ઉતારવામાં આવી છે, જેને કરવા પર અમે સક્ષમ નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ માફક કહો છો: {અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી}? પરંતુ કહો: {અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે}, સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ અલ્લાહ અને તેના પયગંબરના આદેશને સ્વીકારી લીધો, અને તેમણે કહ્યું: અમે સાંભળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર! અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે. બસ જયારે મુસલમાનોએ પોતાની જબાન વડે કહ્યું અને તેના પ્રત્યે સમર્પિત થયા; તો અલ્લાહએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની કોમથી પવિત્રતા માટે કહ્યું: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા}, તેઓ પોતાની જબાન અને હૃદય દ્વારા અલ્લાહના આદેશને આધીન થઇ ગયા. {તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા}. પરંતુ તેઓ દરેક પર ઈમાન લાવ્યા {અમે આદેશો સાંભળ્યા } તરા કથન દ્વારા, {અને આજ્ઞાનું પાલન કર્યું}, તારી માફી દ્વારા, {અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} અને હિસાબના દિવસે પાછા ફરવાનું છે, બસ જયારે તેઓએ આ પ્રમાણે કર્યું, અને અલ્લાહના આદેશોનું અનુસરણ અને આજ્ઞા પાલન કરતા તે લોકોએ તે જ કહ્યું જે તેમણે કહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તો અલ્લાહ આ કોમ પરથી ભાર હળવો કરી દીધો, અને આ આયત દ્વારા તેને રદ કરી દીધો, અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો}, તેમની કુદરત, તાકાત અને મહેનત મુજબ, {તેમના માટે} સવાબ છે, {જે તેમને કર્યું છે} જે સત્કાર્યો કર્યા, {અને તેમના પર} સજા છે, {જે તેમને કર્યું છે} ગુનાહ અને પાપ માંથી, અલ્લાહ કોઈને બીજાના પાપોનો ભાર નથી આપતો, અને ન તો પોતના વિચારો પર જવાબદાર ઠેરવે છે. {હે અમારા પાલનહાર! અમારી પકડ ન કરજે} અને સજા ન આપજે {જો અમે ભૂલી જઈએ} જે અમને યાદ ન હોય, અને અજાણતામાં સાચો માર્ગ અપનાવ્યો ન હોય, તો અલ્લાહએ જવાબ આપ્યો, હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ}, બોજ અને સખતી, {જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} ઇસ્રાઈલની સંતાન માંથી વગેરે, તો અલ્લાહએ જવાબ આપ્યો: હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો} જે તકલીફો કઠિનતાઓ અને કાર્યો, જેનો ભાર ઉઠાવવામાં અમે અસક્ષમ હોય, અલ્લાહએ કહ્યું: હા, મેં એમ કર્યું, {અમારા પાપો પર દરગુજર કર} અમારા પાપોને ખત્મ કરી દે, {અમને માફ કરી દે} અમારા પાપો પર પડદો કર અને તેને દરગુજર કર, {અને અમારા પર દયા કર} તારી વિશાળ કૃપા દ્વારા, {તું જ અમારો માલિક છે}, અમારો માલિક; {તું અમારી મદદ કરી} દીનને પ્રભુત્વ આપી અને પુરાવો સ્થાપિત કરી, {કાફિરો વિરુદ્ધ} તેમની સાથે ઝગડા અને યુદ્ધમાં, તો અલ્લાહએ જવાબ આપ્યો, તો કહ્યું: હા, મેં એમ કર્યું.

فوائد الحديث

આ કોમ પર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કારણે ઉચ્ચ અલ્લાહની કૃપાનું વર્ણન, જેમના ઉચ્ચ દરજ્જાના વખાણ કરતા અલ્લાહએ કહ્યું: {અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે} [અલ્ અન્બિયા: ૧૦૭].

રદ કરવું કુરઆન દ્વારા સાબિત છે, અને તે કે તેમાં એવી પણ આયતો છે, જે અત્યારે પઢવામાં આવે છે, પરંતુ તેના આદેશો રદ થઇ ચુક્યા છે, હવે તેના પર અમલ કરવામાં નહીં આવે.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા, તેમની અલ્લાહના આદેશને સ્વીકારી તેનું અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવું.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાની કોમ પ્રત્યે ભય કે તેમની કોમ પણ અલ્લાહના આદેશોને રદ કરવા પ્રત્યે પાછળની કોમના માર્ગ પર ચાલવા લાગશે.

અલ્લાહના આદેશોને સ્વીકાર કરવો જરૂરી છે, અને તેના વિરુદ્ધ કરવા પર ચેતવણી અને તે એહલે કિતાબ (યહૂદીઓ અને નસ્રાનીઓ)નું અનુસરણ છે.

પહેલા આવેલ કોમો પર આ કોમની મહત્ત્વતાનું વર્ણન, કે તેઓ પોતાના પયગંબરોને તેઓ કહેતા: અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી, અને આ કોમે કહ્યું: અમે સાંભળ્યું અને અનુસરણ કર્યું.

કોમની મહત્ત્વતા એ કે તેની સખતી દૂર કરી, દુઆઓનો જવાબ અને ભૂલચૂક પર પકડ ન કરવી અને તે ભાર પણ દૂર કર્યો, જે પાછળની કોમે ઉઠાવ્યો હતો, અને તેમના પર તે ભાર ન નાખ્યો, જે તેઓ કરી ન શકે.

પવિત્ર અને ઉચ્ચ અલ્લાહએ આપણને તે ભાર નથી આપ્યો જેની આપણે તાકાત નથી રાખતા, એવી જ રીતે આપણા પર આપણી તાકાતથી વધારે ભાર નહીં નાખતો, અને જે વસવસા આપણા દિલોમાં આવે છે, જો આપણે તેના પર મક્કમ ન થઇએ અને તેનાથી પોતાને સુરક્ષિત ન રાખીએ અને તેના પર અમલ ન કરીએ, તો તેનાથી આપણને કઈ નુકસાન નહીં પહોંચે.

અલ્લાહએ આપણને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ દુઆ વિષે ખબર આપી અને તેને પોતાની કુરઆન માં રાખી, જેથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા પછી આવનારા લોકો તેને પઢે, અને તે દુઆઓ માંથી છે જેને યાદ કરવામાં આવે અને ખુબ તેના દ્વારા દુઆ કરવામાં આવે.

التصنيفات

સૂરતો અને આયતોની મહત્ત્વતાઓ, આયતોની તફસીર