إعدادات العرض
નજીકમાં જ ફિતના ઉભા થશે, સાંભળી લો, તે સમયે બેઠેલો વ્યક્તિ ચાલનાર વ્યક્તિ કરતા વધુ શ્રેષ્ઠ હશે, તેમજ તે સમયે…
નજીકમાં જ ફિતના ઉભા થશે, સાંભળી લો, તે સમયે બેઠેલો વ્યક્તિ ચાલનાર વ્યક્તિ કરતા વધુ શ્રેષ્ઠ હશે, તેમજ તે સમયે ચાલવાવાળો વ્યક્તિ દોડવાવાળા કરતા વધારે શ્રેષ્ઠ હશે
ઉષ્માન અશ્ શહ્હામ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અને ફરકદ અસ્ સબખી મુસ્લિમ બિન અબી બકરહના ઘરે ગયા, તેઓ તેમની જમીન પાસે હતા, અમે અંદર ગયા અને તેમની પાસે જઈ તેમને કહ્યું: શું તમારા પિતાએ ફિતનાઓ વિશે કોઈ હદીષ વર્ણન કરી છે? તેમણે કહ્યું: હા, મેં મારા પિતા (અબુ બકરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા આ હદીષ સાંભળી છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નજીકમાં જ ફિતના ઉભા થશે, સાંભળી લો, તે સમયે બેઠેલો વ્યક્તિ ચાલનાર વ્યક્તિ કરતા વધુ શ્રેષ્ઠ હશે, તેમજ તે સમયે ચાલવાવાળો વ્યક્તિ દોડવાવાળા કરતા વધારે શ્રેષ્ઠ હશે, જ્યારે ફિતનાનો સમય આવે અને જેની પાસે ઊંટ હોય, તે પોતાના ઊંટ પાસે જતો રહે, જેની પાસે બકરી હોય, તો તે પોતાની બકરી પાસે જતો રહે અને જેની પાસે કોઈ જમીન હોય, તો તે પોતાની જમીન પાસે જતો રહે», અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિ ઉભો થયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જેની પાસે કોઈ ઊંટ, બકરી અને જમીન પણ ન હોય તો તે શું કરશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે પોતાની તલવાર લે અને તેને પથ્થર પર રગડી રગડીને ધારદાર કરે અને બચી શકે તો બચીને નીકળી જાય, હે અલ્લાહ! શુ મેં સત્ય વાત પહોંચાડી દીધી? હે અલ્લાહ! શું મેં સત્ય વાત પહોંચાડી દીધી? હે અલ્લાહ શું મેં સત્ય વાત પહોંચાડી દીધી?» એક વ્યક્તિ ઉભો થયો અને તેણે સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર! મને મજબૂર કરી દેવામાં આવે, અને લઈ જઈને એક સફ અથવા એક જૂથમાં ઉભો કરી દેવામાં આવે, અને કોઈ વ્યક્તિ મને તેની તલવારનો નિશાનો બનાવી લે અથવા કોઈ તીર મને વાગી જાય તો અને તેઓ મને મારી નાખે તો? આપ સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમએ કહ્યું: «(જો તમે વાર કરવાની શરૂઆત ન કરી હોય) તો તે બન્નેના ગુનાહ પોતાના શિરે લઈ લેશે અને તે જહન્નમ માંથી થઈ જશે».
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili አማርኛ Hausa සිංහල ไทย Englishالشرح
ઉષ્માન અશ્ શહ્હામે અને ફરકદ અસ્ સબખીએ મહાન સહાબી અબુ બકરહના દીકરાને મુસ્લિમને સવાલ કર્યો: શું તમે તમારા પિતા દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફિતના અને કતલ વિશે કોઈ હદીષ સાંભળી છે, જે મુસલમાન દરમિયાન થશે? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારા મૃત્યુ પછી એવા ફિતના ઉભા થશે, ચાલવાવાળો વ્યક્તિ કરતા, ગાફેલ બેઠેલો વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ હશે, જેના કારણે ન તો તે તેમાં ભાગ લેશે અને ન તો તે તકરાર કરશે, ચાલવાવાળો વ્યક્તિ દોડનાર વ્યક્તિ કરતા વધારે શ્રેષ્ઠ હશે, તે તેને શોધે અને તેમાં ભાગ લે છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું કે જ્યારે તે ફિતનાઓ આવી જાય અને ઉતરે અથવા તે સમય આવી જાય તો તે એક ઠોસ ઠેકાણાં પર જતો રહે; જેની પાસે ઊંટ હોય તો તે પોતાના ઊંટની પાછળ ચાલે, જેની પાસે બકરીઓ હોય તો તે તેમની પાછળ ચાલે, અને જેની પાસે કોઈ ખેતી લાયક જમીન હોય તો તે પોતાની જમીન પર જતો રહે. એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમે તેના વિશે શું આદેશ આપો છો, જેની પાસે આ ત્રણેય વસ્તુઓ માંથી એક પણ વસ્તુ ન હોય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: તે પોતાના હથિયાર લે તેને પથ્થર પર ઘસી ઘસીને ધારદાર કરે અને તે પોતે ભાગે અને પોતાને બચાવી લે અને જો તે પોતાના બાળકને બચાવી શકતો હોય તો તેમને પણ બચાવી લે. પછી આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત સાક્ષી આપી કે શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમારો શું આદેશ છે કે જો કોઈ મને મજબૂર કરી ખેંચીને લઈ જાય અને મને સફમાં ઉભો કરી દેવામાં આવે અથવા તેમના એક જૂથ સાથે, અને કોઈક વ્યક્તિ તલવાર વડે મારું કતલ કરી દે, અથવા કોઈ તીર આવીને મને વાગી જાય અને હું મૃત્યુ પામું તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે પોતાના ગુનાહ અને જેનું કતલ કર્યું તે બન્નેના ગુનાહ તેના પર જ હશે, અને તે જહન્નમી લોકો માંથી બની જશેفوائد الحديث
ફિતના થવાની ખબર અને લોકોને તેનાથી સચેત કરવા અને તૈયાર કરવાની ફિકર, તેમાં ધ્યાન ન આપવા અને અલ્લાહથી સબર તેમજ તેની બુરાઈથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવું: (બેઠેલો વ્યક્તિ ઉભા વ્યક્તિ કરતા શ્રેષ્ઠ હશે), છેલ્લે સુધી, અર્થાત્ તે ફિતનાની ભયાનકતાનો ઉલ્લેખ કર્યો છે, તેનાથી બચવા અને તેનાથી દૂર રહેવા પર પ્રોત્સાહન આપ્યું છે, તેની બુરાઈ અને ભયાનકતા તેમાં દિલચસ્પી બતાવ્યા પ્રમાણે હશે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તે વ્યક્તિ પર ગુનોહ નથી, જેને જબરદસ્તી હાજરી આપવા પર મજબૂર કરવામાં આવ્યો હોય, કતલની વાત તો તે જબરદસ્તી તો કરવામાં નહીં આવે માટે ગુનોહ તો કતલ કરનારા વ્યક્તિ પર જ રહેશે, આ વિશે ઇજમાઅ (આલિમોનો એકમત) નકલ થયો છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: અને અન્ય લોકોએ પણ કહ્યું: જો એક જૂથ શાસક વિરુદ્ધ બળવો કરે અને પોતાના જરૂરી કાર્યો પૂર્ણ ન કરે તો, તેમના વિરુદ્ધ યુદ્ધ કરવું જરૂરી છે, અને એવી જ રીતે જો મુસલમાનોના બે જૂથ એકબીજા સાથે યુદ્ધ કરે તો જેણે જુલમ કર્યો હોય, તેનો હાથ રોકવો જોઈએ અને તેના વિરુદ્ધ પીડિત જૂથની મદદ કરવી જોઈએ, આ જમહુર આલિમોનું મંતવ્ય છે, એક બીજું મંતવ્ય એ છે કે સમુદાય માટે એકીકૃત શાસકની ગેરહાજરીમાં મુસ્લિમોના બે જૂથો વચ્ચે કોઈપણ લડાઈ પ્રતિબંધિત છે, આ બાબત અને અન્ય સંબંધિત હદીષોને આ સંદર્ભમાં લાગું કરવી જોઈએ.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: ફિતનાના સમયે યુદ્ધ કરવા બાબતે આલિમો વચ્ચે વિવાદ જોવા મળે છે, ભલેને લોકો તેના ઘરમાં ઘુસીને તેને કતલ કરવા ઈચ્છે તો પણ તેનો બચાવ કરવો જાઈઝ નથી; કારણકે હુમલો કરનાર જબરદસ્તી કામ કરી રહ્યો છે, આ વાત કહેનાર અબૂ બકરહ સહાબી અને વગેરે લોકોનું મંતવ્ય છે, ઈબ્ને ઉમર, ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુમ વગેરે નો મંતવ્ય છે, ફિતનામાં ભાગ ન લેવો જોઈએ, પરંતુ જો કોઈ ઘરમાં હુમલો કરે તો તેનો બચાવ કરવો જરૂરી છે, આ બન્ને મંતવ્ય મુસલમાનોને એ વાત પર ઉભારે છે કે ફિતનામાં કોઈ પણ પ્રકારનો ભાગ ન લેવો જોઈએ, તાબઇ અને જમહુર આલિમોએ કહ્યું: ફિતનાના સમયે પીડિત કોમની મદદ કરવી અને જાલિમ જૂથ વિરુદ્ધ ઉભા રહેવું વાજીબ છે, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું: {તેની સાથે લડાઇ કરો, ત્યાં સૂધી કે તે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે...} સંપૂર્ણ આયત, આ સાચો દૃષ્ટિકોણ છે. ભાગ લેવાની મનાઈ ફરમાવતી હદીસો એવા લોકોને લાગુ પડે છે જેઓ સત્ય માર્ગ પર કોણ છે, તે અંગે અસ્પષ્ટતા હોય, અથવા બે અન્યાયી જૂથોને લાગુ પડે છે, જેમની પાસે કોઈ માન્ય વાજબીપણું નથી.
التصنيفات
ઇમામ વિરુદ્ધ જવું