જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ…

જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જન્નતની કેટલીક નેઅમતો વિષે જણાવ્યું, તેમાંથી મોમિન માટે એક લાંબો પહોળો મોતીઓની માળા દ્વારા બનેલો તંબુ હશે, જેની આકાશમાં લંબાઈ અને પહોળાઈ સાહિઠ મિલ જેટલી હશે, અને તેના ચારે ખૂણે તેમની પત્નીઓ હશે, જેમની સાથે તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે.

فوائد الحديث

જન્નતીઓ માટે જન્નતની મહાન નેઅમતનું વર્ણન.

અલ્લાહ તઆલાએ આપણાં માટે જે મહાન નેઅમતો તૈયાર કરી રાખી રાખી છે, તેનું વર્ણન કરી નેક અમલ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા