إعدادات العرض
સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે
સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! અમે સમુંદરનો સફર કરીએ છીએ અને અમારી પાસે થોડુંક જ પાણી હોય છે, જો અમે તેનાથી વઝૂ કરી લઈશું તો પ્યાસા રહી જઈશું, શુ અમે સમુંદરના પાણીથી વુઝુ કરી લઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Kurdî Português සිංහල Nederlands অসমীয়া Kiswahili አማርኛ پښتو ไทย Hausa Românăالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક વ્યક્તિએ સવાલ કર્યો અને કહ્યું: અમે સમુંદરમાં શિકાર અથવા વેપાર ધંધાના હેતુથી સફર કરીએ છીએ, અમારી પાસે ચોખ્ખું પાણી થોડુંક જ હોય છે, જો અમે તેને વઝૂ અથવા સ્નાન માટે ઉપયોગમાં લઈશું તો અમારી પાસે પીવા માટે પાણી નહીં રહે, તો શું અમે સમુંદરના પાણીથી વઝૂ કરી શકીએ છીએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે સમુંદરનું પાણી પાક પાણી છે અને તેમાં પાક કરવાની ગુણવત્તા હોય છે, તેનો ઉપયોગ વઝૂ અને સ્નાન માટે કરી શકો છો; અને તેમાંથી જે કંઈ માછલી,વ્હેલ વગેર, ભલેને તે મૃતક સ્થિતિમાં હોય, અને તે પાણીના તરીયે તરતી હોય.فوائد الحديث
સમુંદરના મૃતક જાનવર હલાલ છે, મૃતકનો મતલબ એ કે જે સમુંદરમાં મર્યું હોય તેમાં જીવ બાકી ન હોય.
સવાલ કરનારને તેના સવાલ કરતા વધુ જાણકારી આપવી, જેથી તેને ફાયદો થાય.
જો પાણીના ત્રણ લક્ષણો, તેનો રંગ, તેનો સ્વાદ અને તેની સુગંધ જ્યાં સુધી બદલાય ન જાય ત્યાં સુધી તે પાણી પાક છે, જ્યાં સુધી તે તેના મૂળ લક્ષણો બાકી રહે છે, ત્યાં સુધી તે પાક કરવાની ક્ષમતા બાકી રહે છે, ભલેને તેમાં ખારાશ, તેની ગરમી અને ઠંડક વધી જાય.
સમુંદરનું પાણી હદષે અસગર અને અકબર (મોટી અને નાની નાપાકી) બન્નેમાં ઉપયોગી થઈ શકે છે, તે ગંદકી કપડા પર હોય કે શરીર પર હોય અથવા અન્ય જગ્યાએ.
التصنيفات
પાણીના આદેશો