ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા…

ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે શૈતાન અરબમાં ફરીવાર મૂર્તિ પૂજા લાવવા પર નિરાશ થઈ ગયો છે, પરંતુ તે સતત ઈચ્છા કરતો રહે છે, અને મહેનત, કોશિશ કરતો રહે છે, તેમની વચ્ચે મતભેદ, ઝગડા, અને ફિતના લાવવાની.

فوائد الحديث

શૈતાનની ઈબાદત એ મૂર્તિઓની ઈબાદત છે, કારણકે તે જ તેનો આદેશ આપનાર અને તેની તરફ બોલાવનાર છે, જેની દલીલમાં અલ્લાહ તઆલાએ ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ વિષે કહ્યું: (હે મારા પિતા તમે શૈતાનની ઈબાદત ન કરો...).

અને શૈતાન મુસલમાનો દરમિયાન ઝઘડો મતભેદ અને ફિતના ફેલાવવાની સતત કોશિશ કરતો રહે છે.

નમાઝના ફાયદા માંથી કે તેના દ્વારા મુસલમાનો વચ્ચે મોહબ્બત જળવાઈ રહે છે, અને તેમનો ભાઈચારો મજબૂત બને છે.

બંને સાક્ષીઓ પછી નમાઝ દીનની સૌથી મોટી નિશાની છે, એટલા માટે આ હદીષમાં મુસલમાનોને નમાઝી કહેવામાં આવ્યા.

અન્ય શહેરો કરતાં અરબને ઘણી ખૂબીઓ મળેલી છે.

જો કહેવામાં આવ્યું કે અરબમાં કેટલીક જગ્યાએ મૂર્તિ પૂજા થઈ ગઈ છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે...), શૈતાનની આ નિરાશા વિષે ત્યારે જણાવ્યું હતું જયારે લોકો અલ્લાહના દીનમાં જૂથ જૂથ બની દાખલ થઈ રહ્યા હતા, આ હદીષમાં શૈતાનના વિચારો અને ઈરાદાઓ વર્ણન કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા જુદી હતી જે અલ્લાહ ઈચ્છતો હતો.

التصنيفات

નિંદનીય અખલાક