નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો

વાબિસહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો.

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો તો તેને ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો, કારણકે તે સ્થિતિમાં નમાઝ સહીહ નહીં ગણાય.

فوائد الحديث

જમાઅત સાથે નમાઝ પઢવા અને વહેલા આવવા પર ઉભાર્યા છે, અને એવી જ રીતે સફની પાછળ એકલા નમાઝ ન પઢવી જોઈએ જેથી તે અમાન્ય ન થઈ જાય.

ઈમામ ઇબને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ સફની પાછળ એકલો નમાઝ પઢશે, અને તેના રુકૂઅથી ઊભા થતાં પહેલા તે સફમાં દાખલ થઈ જાય, તો તેના માટે ફરીવાર નમાઝ પઢવી જરૂરી નથી, જેવુ કે અબી બકરહની હદીષમાં વર્ણન કરવામાં આવ્યું, અન્યથા જો તે એકલો હોય તો તેના પર વાબિસહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ લાગું પઢશે.

التصنيفات

ઇમામ અને નમાઝ પઢનાર મુક્તદીના આદેશો