હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ…

હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો

ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઇમાનવાળાઓના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ હજરે અસ્વદ પાસે આવ્યા, જે ખાનએ કઅબ સાથે જોડાયેલો છે, તેને બોસો આપ્યો, બોસો આપી લીધા પછી કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.

فوائد الحديث

તવાફ કરનારા માટે હજરે અસ્વદનો બોસો લેવો જાઈઝ છે, જો તેઓ તેની નજીક હોય અને સહુલત હોય તો.

હજરે અસ્વદનો બોસો લેવાનો હેતુ બસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ કે પથ્થરમાં ફાયદો તેમજ નુકસાન પહોંચાડવાની કોઈ ગુણવત્તા નથી, તે તો અન્ય સર્જનની જેમ જ એક સર્જન છે, જેમા ફાયદો અને નુકસાન પહોંચાડવાની કોઈ ગુણવત્તા હોતી નથી, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ (હજના સમયે) તેની સૂચના આપી, જેથી અલગ અલગ શહેરો માંથી ખાનએ કઅબાની ઝિયારત માટે આવનાર લોકો તેના પર સાક્ષી આપે અને આ વાતની સુરક્ષા કરે.

અલ્ ઈબાદાત અત્ તૌકીફીય્યહ (અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા નક્કી કરેલ ઈબાદતના કાર્યો): ઈબાદતો અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણવેલ પ્રમાણે જ કરવામાં આવશે.

જો ઈબાદત યોગ્ય હોય, તો તેના પર અમલ કરવામાં આવશે, ભલેને તેની હિકમત ખબર ન હોય; કારણકે તેને કરવામાં લોકોનું અનુસરણ અને આજ્ઞા પાલનના આદેશો માંથી છે.

ઈબાદત સમજી કોઈ પણ વસ્તુનો બોસો લેવો હરામ છે, જેને શરીઅતે કોઈ પરવાનગી આપી ન હોય, જેવું કે પથ્થર વગેરે.

التصنيفات

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા, હજ અને ઉમરહ વિશેની માહિતી