અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો

અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મદીનહના કોઈક રસ્તા પર તેમની મુલાકાત થઇ, તે સમયે તેઓ જનાબતની (અપવિત્ર) સ્થિતિમાં હતા, ત્યાંથી ધીમે રહીને તેઓ ખસ્કી નીકળી ગયા, તેઓએ સ્નાન કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને શોધતા રહ્યા, જ્યારે તેઓ આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! ક્યાં જતા રહ્યા હતા? તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું જનાબતની સ્થિતિમાં હતો અને મને સારું ન લાગ્યું કે હું એ સ્થિતિમાં આપની સાથે બેસું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

મદીનહના એક રસ્તા પર અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થઇ, અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ તે સમયે જનાબત (અપવિત્ર) સ્થિતિમાં હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાના કારણે તે સ્થિતિમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેસવું સારું ન લાગ્યું, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને ગુસલ (ધાર્મિક સ્નાન) કરી પરત આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પૂછ્યું કે ક્યાં જતા રહ્યા હતા? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અનહુએ પોતાની સ્થિતિ વિષે જણાવ્યુ કે તેઓ નાપાક હતા અને તે સ્થિતિમાં આપની સાથે બેસવું સારું ન લાગ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આશ્ચર્ય થયું, અને તેમને કહ્યું: ખરેખર મોમિન પવિત્ર હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં અપવિત્ર કે નાપાક નથી હોતો, ન તો જીવતે જી અને ન તો મૃત્યુ પછી.

فوائد الحديث

જનાબતની સ્થિતિ નમાઝ પઢવાથી, મુસહફ (કુરઆન) ને સ્પર્શ કરવાથી અને મસ્જિદમાં રોકાણ કરવાથી રોકે છે, તે મુસલમાનોની મજલિસ અને તેમની સાથે મુલાકાત કરવાથી રોકતું નથી, અને તે સ્થિતિમાં વ્યક્તિ નાપાક નથી હોતો.

જીવંત કે મૃત દરેક સ્થિતિમાં મોમિન પવિત્ર હોય છે.

પ્રતિષ્ઠિત, આલિમો તેમજ સુધારકોનું સન્માન કરવું, અને તેમની સાથે સારી સ્થિતિમાં મુલાકાત કરવી.

એક અનુયાયીને પોતાના માર્ગદર્શકથી પરવાનગી માંગવાની યોગ્યતા, કારણકે આપ સલલ્લાહુ અલયહિ વસલ્લમએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુને આ પ્રમાણે નીકળી જવાથી રોક્યા, એટલા માટે પરવાનગી લેવી, તે સારા અદબ (શિષ્ટાચાર) માંથી છે.

આશ્ચર્ય થાઉં, તો સુબ્હાનલ્લાહ પઢવાની યોગ્યતા.

કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય છે કે તે પોતાના વિષે એવી વાત કરે જે અનુકુળતા ખાતર શરમજનક હોય.

કાફિર અશુદ્ધ છે, પરંતુ તેની અશુદ્ધતા તેની ખોટી માન્યતાના કારણે આધ્યાત્મિક છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં શિષ્ટાચાર પણ જોવા મળે છે કે જ્યારે આલિમને પોતાના અનુયાયીમાં કોઈ એવું છૂપું કાર્ય દેખાય, જે વિરુદ્ધ હોય, તો માર્ગદર્શકે તેના સુધારા ખાતર પૂછી લેવું જોઈએ, અલ્લાહ વધુ જાણવાવાળો છે.

التصنيفات

ગંદકી દૂર કરવાની રીત, ગુસલ (સ્નાન)