અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની…

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જ્યારે કોઈ મુસલમાન કોઈ કાર્યનો ઈરાદો કરે, અને તેને કોઈ યુક્તિ ન મળતી હોય, તો તે બે રકઅત નમાઝ ઇસ્તિખારહ માટે પઢી શકે છે, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓ ને કુરઆન મજીદની સૂરતો શીખવાડવાની જેમ જ ઇસ્તિખારહ માટેની દુઆ શીખવાડતા હતા, ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત નફીલ નમાઝ પઢવી, પછી જે ઇસ્તિખારહ માટેની દુઆ છે, તે પઢવી જોઈએ: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક" (હે અલ્લાહ! ભલાઈનો સવાલ કરું છું)», બન્ને કાર્યો માંથી ભલાઈ તરફ માર્ગદર્શનનો સવાલ કરું છું, «"બિઇલ્મિક" તારા ઇલ્મ દ્વારા» પોતાના વિસ્તૃત જ્ઞાન દ્વારા જેણે દરેક કસ્તુને ઘેરી રાખી છે, «"વ અસ્તક્દિરુક" (હું શક્તિ માગું છું)» મને શક્તિ આપવા બદલ કે તારા સિવાય મને કોઈ નેકી કરવાનું માર્ગદર્શન આપી શકતું નથી અને બુરાઈથી બચાવી નથી શકતું, «"બિકુદરતિક" (તારી કુદરત વડે)» પોતાની વિશાળ કુદરત દ્વારા, તને કોઈ હરાવી શકતું નથી, «"વ અસ્અલુક મિન્ ફઝ્લિકલ્" (અને તારી કૃપાનો સવાલ કરું છું)» તારો ઉપકાર, «"અઝીમ્" (મહાન)» વિશાળ, જે કઈ પણ આપવામાં આવે છે તે તારી તરફથી જ આપવામાં આવે છે તારી કૃપા દ્વારા, અને તારા સિવાય કોઈ પણ અધિકાર ધરાવતું નથી, «"ફઇન્નક તક્દિરુ" (એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે)» દરેક વસ્તુ પર તારું જ પ્રભુત્વ હોય છે અને હું નિર્બળ અને લાચાર છું, «"વલા અક્દિરુ" (હું કુદરત નથી ધરાવતો)» તારી મદદ વગર કોઈ પણ વસ્તુ પણ શક્તિ ધરાવતો નથી, «"વ" (અને)» તું, «"તઅલમુ" (તું જાણે છે)» દરેક ભલાઈ, બુરાઈ, જાહેર અને આંતરિક બાબતોનું તને જ્ઞાન છે, જેણે દરેક વસ્તુને ઘેરું રાખી છે, «"વ" (અને)» હું, «"લા અઅલમુ" (હું નથી જાણતો)», તારી તૌફીક અને માર્ગદર્શન વગર કોઈ બાબત વિષે મને જ્ઞાન નથી, «"વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્" (ફક્ત તું જ ગૈબનું ઇલ્મ ધરાવે છે)» દરેક પ્રકારનું ઇલ્મ, દરેક પ્રકારની શક્તિ તારી પાસે જ છે, તારા સિવાય કોઈની પાસે નથી, જેને તું આપે તેની પાસે હોય છે, જે તું કરી શકે છે. ફરી એક મુસલમાન પોતાના પાલનહાર પાસે દુઆ કરે, પોતાની જરૂરતનું નામ લઇ અને આ શબ્દો કહે: «"અલ્લાહુમ્મ" હે અલ્લાહ!» મારા દરેક કાર્ય હું તને સોંપૂ છું «"ઇન્ કુન્ત તઅલમુ" (કારણકે તું બધું જ જાણે છે)» જે કાર્યનો મેં ઈરાદો કર્યો છે, તે તારા ઇલ્મમાં પહેલાથી જ છે, «ફરી પોતાની જરૂરતનું નામ લેવું», જેવું કે ઘર ખરીદવું હોય અથવા ગાડી ખરીદવી હોય અથવા લગ્ન માટે છોકરી બાબતે ઇસ્તિખારહ કરી રહ્યા હોય અથવા અન્ય કાર્ય માટે... જે કાર્યનો મેં ઈરાદો કર્યો છે, જે તારા ઇલ્મમાં પહેલાથી જ છે, «"ખૈરુલ્ લી ફી ""દીની" (જે મારા દીનમાં મારા માટે શ્રેષ્ઠ હોય)» જેના દ્વારા મારા કાર્યની સુરક્ષા થઈ શકતી હોય, «"વ મઆશી" (અને મારા જીવનશૈલીમાં શ્રેષ્ઠ હોય)» મારી દુનિયામાં, «"વ આકિબતી અમ્રી" (જે મારા કાર્યના પરિણામમાં શ્રેષ્ઠ હોય)» જે તરફ મારી સ્થિતિ લઈ જવામાં આવે, «"ફી આજિલ્ અમ્રી, વ આજિલહુ" (જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય)» દુનિયા અને આખિરતમાં, «"ફક્દુર્હુ" (તેને મારા માટે નક્કી કરી દે)» તેને મારા માટે તૈયાર કરી દે, «"લી" મારા માટે» મારા માટે સરળ બનાવી દે, «"વ યસ્સીર્હુ લી" (તેને મારા માટે સરળ કરી દે)», «"ષુમ્મ બારિક્" (ફરી તેમાં બરકત આપ)», પુષ્કળ ભલાઈ આપ, «"લી ફીહિ" (તેમાં મારા માટે)», «"વ ઇન્ કુન્ત તઅલમુ" (જેને તું જાણે છે)». હે અલ્લાહ!, «"અન્ન હાઝલ્ અમ્ર" (આ કાર્ય)», જે બાબતે હું ઇસ્તિખારહ કરી રહ્યો છું, «"શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" (મારા દીન, મારી દુનિયા અને પરિણામ રૂપે સારું ન હોય અથવા કહ્યું કે મારી દુનિયા અને આખિરત માટે સારું ન હોય, તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી ફેરવી નાખ, જે પણ મારા માટે ભલાઈ હોય તે નક્કી કરી દે અને તું મારાથી ખુશ થઈ જા, તારા સંપૂર્ણ આદેશો પર જે મને પસંદ હોય અથવા ન હોય મને ખુશ કરી દે», તારા દરેક આદેશોમાં જે મને પસંદ છે અને જે મારા માટે નાપસંદ હોય.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇસ્તિખારહની નમાઝ સહાબાઓને શીખવાડવા માટેની આતુરતા; જેમાં ખૂબ જ ફાયદો અને મહાન ભલાઈ છુપાયેલી છે.

ઇસ્તિખારહ(ની નમાઝ પઢવાની) યોગ્યતા, ત્યારબાદ સુન્નતથી સાબિત દુઆ પઢવી જોઈએ.

યોગ્ય કાર્ય માટે ઇસ્તિખારહ કરવું જાઈઝ છે, જેમાં શંકા હોય, અથવા કોઈ અનિવાર્ય કાર્ય તેમજ મુસ્તહબ કાર્ય ન હોવું જોઈએ; કારણકે બન્ને કાર્ય તો કરવા જરૂરી છે, પરંતુ તેનાથી જોડાયેલી વસ્તુઓમાં ઇસ્તિખારહ કરી શકાય છે, જેવું કે ઉમરહ અને હજ માટે કોઈને સાથે લેવા માટે.

વાજિબ તેમજ મુસ્તહબ કાર્યો કરવા બાબતે પણ ઇસ્તિખારહ કરવામાં નહીં આવે (કે તેને કરવું જોઈએ કે ન કરવું જોઈએ), તેમજ હરામ અને મકરુહ કાર્યોને છોડવામાં પણ ઇસ્તિખારહ કરવામાં નહીં આવે.

નમાઝ પછી દુઆ પઢવામાં આવે; જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "પછી કહો" અને જો સલામ પહેલા પણ પઢવામાં આવે તો કંઇ વાંધો નથી.

દરેક કાર્યને અલ્લાહના સોંપી દેવા જોઈએ અને પોતાની શક્તિ અને તાકાત પર ભરોસો કરવાનું છોડી દેવું જોઈએ; કારણકે કોઈ પણ નેકી કરવાની તાકાત તેમજ ગુનાહથી બચવાની તાકાત અલ્લાહની તૌફીક વગર શક્ય જ નથી.

التصنيفات

ઇસ્તિખારહ માટેની નમાઝ