જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે,…

જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે મજલિસના લોકો અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભા થશે, તો તેઓ એ સ્થિતિમાં ઊભા થશે કે તેઓ દુર્ગંધ અને ગધેડાના શબની આસપાસ એકઠા થયા હતા, અને આ તે કારણે કે તેઓ પોતાની મજલિસમાં અલ્લાહનો ઝિક્ર કરતાં ન હતાં, તેથી તેમને કયામતના દિવસે અફસોસ અને પસ્તાવો અને નુકસાન જ થશે.

فوائد الحديث

અલ્લાહની યાદથી ગાફેલ થવાના કારણે જે ચેતવણી વર્ણન કરવામાં આવી છે, તે ફક્ત મજલિસ માટે નથી, પરંતુ તે ચેતવણી સામાન્ય છે, અર્થાત્ દરેક લોકો માટે છે, ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ પણ કોઈ જગ્યાએ બેસે તો તેના માટે યોગ્ય નથી કે અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભો થઈ જાય.

કયામતના દિવસે તેમને જે દુ:ખ પ્રાપ્ત થાય છે: તે અલ્લાહનું અનુસરણ કરી ફાયદો ન ઉઠાવી શક્યા અને સવાબ પ્રાપ્ત ન કરી શક્યા અથવા અલ્લાહની અવજ્ઞા કરી સમય પસાર કરવાના કારણે.

આ ચેતવણી જો યોગ્ય મજલિસો બાબતે આપવામાં આવી છે, તો હરામ મજલિસો બાબતે શું પરિણામ હશે, જેમાં અપશબ્દો, નિંદા અને ચાડી કરવી શામેલ હોય છે?!

التصنيفات

ઝિકરની મહ્ત્વતા