મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો…

મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે)

સફવાન બિન મુહરિઝ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું કે તમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નજવા (મોમિનની અલ્લાહ સાથે વાતચીત) વિષે શું સાંભળ્યું છે? તો તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે), ફરી તેને તેના ગુનાહોને એકરાર કરાવશે, ફરી અલ્લાહ કહેશે: શું તું (આ દરેક ગુનાહ)ને ઓળખે છે? તો કહેશે; હાં મારા પાલનહાર! હું (આ દરેક ગુનાહોને) ઓળખું છું, ફરી અલ્લાહ કહેશે: મેં તારા પર દુનિયામાં પણ (કૃપા કરી), આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ (તારા પર દયા કરીશ) તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે, હા, કાફિર અને મુનાફિકની વાત, તો તેમને સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિન બંદાની કયામતના દિવસે વાતચીત વિષે જણાવ્યું, અને કહ્યું: મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પરદો ઢાંકી દેશે, જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે, ફરી તેને કહેવામાં આવશે: શું તું આ દરેક ગુનાહ ને ઓળખે છે?... તે બંદા અને પાલનહાર દરમિયાન થયેલા ગુનાહોનો સ્વીકાર કરશે. તો તે કહેશે; હાં મારા પાલનહાર! અહીં સુધી કે તે મોમિન બંદો ભયભીત થશે અને ગભરાવવા લાગશે, તો પવિત્ર અલ્લાહ તેને કહેશે: મેં તારા પર દુનિયામાં પણ કૃપા કરી આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ તારા પર દયા કરીશ, તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે. અને રહી કાફિર અને મુનાફિકની વાત, તો તેમના વિશે સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે.

فوائد الحديث

મોમિનો પર અલ્લાહની કૃપા અને દયા કે તેના ભેદોને દુનિયામાં પણ છુપાવે છે અને કયામતના દિવસે પણ છુપાવશે.

શક્ય હોય ત્યાં સુધી મોમિને એકબીજાના ભેદ છુપાવવા જોઈએ.

બંદાના દરેક કાર્યો બંદાના પાલનહાર પાસે ગણતરી કરવામાં આવે છે, તો જેને પણ કોઈ ભલાઈ પ્રાપ્ત થાય, તો તે અલ્લાહના વખાણ કરે, અને જેને કોઈ ભલાઈ પ્રાપ્ત ન થાય, તો તે પોતાની જ નિંદા કરે, અને તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષો દર્શાવે છે કે કયામતના દિવસે અવજ્ઞાકારી મોમિનોના બે પ્રકાર હશે, એક: જેના ગુનાહ તેના અને તેના પાલનહાર દરમિયાન હશે, (અર્થાત્ તેણે અલ્લાહના અધિકારોમાં ગુનાહ કર્યા હશે), ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ દ્વારા જાણવા મળે છે કે આ પ્રકારને બે પ્રકારમાં વહેંચણી કરવામાં આવશે: ૧- તેના ગુનાહો દુનિયામાં છુપાવી રાખવામાં આવશે, અને આ તે જ ગુનાહ છે, જેના વિષે અલ્લાહ કયામતના દિવસે પૂછપરછ કરશે, અને આ જ હદીષના શબ્દોનો અર્થ છે, ૨- બંદાની અવજ્ઞા બંદા દરમિયાન હશે, (અર્થાત્ તેણે બંદાના અધિકારો પૂરા નહીં કર્યા હોય), આ ગુનાહ પણ બે પ્રકારના હશે: ૧- જેની બુરાઈ તેની નેકીઓ કરતાં વધુ હશે, તો તે લોકો જહન્નમમાં દાખલ થશે, અને ફરી ભલામણ દ્વારા બહાર કાઢી લેવામાં આવશે, ૨- જેની બુરાઈઓ અને નેકીઓ બરાબર હશે, અને આ લોકો ત્યાં સુધી જન્નતમાં દાખલ નહીં થાય, જ્યાં સુધી તેમની વચ્ચે સુધારો ન થઈ જાય.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન