إعدادات العرض
સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે
સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी සිංහල ئۇيغۇرچە Hausa Português Kurdî Русский Tiếng Việt Kiswahili অসমীয়াالشرح
આ હદીષ નબી ﷺ લોકોને સેહરી કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, સેહરી રોઝાની તૈયારી માટે રાતના છેલ્લા પહોરે ખાવામાં આવતા ખોરાકને કહે છે; કારણકે તેમાં ઘણી બરકતો છે, સવાબ અને બદલો મળવાની રીતે, રાત્રે દુઆ કરવા માટે ઉઠવું, રોઝા માટે શક્તિ પ્રાપ્ત કરવી, તેના માટે ચપળતા તેમજ તેમાં ભૂખની સખતીમાં થોડીક રાહત મળવી.فوائد الحديث
શરીઅતના આદેશનો સ્વીકાર કરી સેહરી કરવું મુસ્તહબ છે.
ફતહુલ્ બારીમાં ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઘણી રીતે સેહરી કરવામાં બરકત છે, જેમ કે સુન્નતનું અનુસરણ, અહલે કિતાબનો વિરોધ, ઠોસ ઈબાદત, ચપળતામાં વધારો, ભૂખથી ઉતપન્ન થતા ખરાબ વ્યવહાર પર રોક, તે લોકો માટે સદકાનો માર્ગ સરળ કરવો, જેઓ માગે છે, અથવા ખાવા માટે ભેગા થાય છે, દુઆ કબૂલ થવા માટેની ઘડી વખતે ઝિક્ર અને દુઆ કરવાનો સમય મળવો, તેમજ તે લોકો માટે રોઝાની નિયત કરવાનો સમય, જેઓ સૂતા પહેલા નિયત કરવાનું ભૂલી ગયા હોય.
નબી ﷺનો સારો શિક્ષણ અભિગમ; કારણકે હિકમત સાથે આદેશ આપવો હૃદયને સંતુષ્ટ કરવા અને શરીઅતને ઉપલબ્ધિ જાણવી રાખવા.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સેહરી ત્યારે કહેવાશે જ્યારે વ્યક્તિ થોડુંક ખાઈ પી લેશે.
التصنيفات
રોઝાની સુન્નતો