સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કામ નથી

સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કામ નથી

જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું કે એક સફરમાં લોકો ભેગા થઈ એક વ્યક્તિને છાંયડો કરી રહ્યા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછયું: «આ શું છે?» તેઓએ કહ્યું: આ વ્યક્તિએ રોઝો રાખ્યો છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કામ નથી», મુસ્લિમના શબ્દો છે: «અલ્લાહએ જે તમને છૂટ આપી હોય તેના પર અમલ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સફરમાં જોયું કે લોકો એક વ્યક્તિ પાસે ભેગા થઈ તેના માટે છાયડો કરી રહ્યા છે, સખત તાપ અને તરસના કારણે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: તેને શું થયું છે? લોકોએ કહ્યું: આ વ્યક્તિ રોજદાર છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કાર્ય નથી, અલ્લાહએ આપેલ છૂટ અપનાવવી જોઈએ.

فوائد الحديث

ઇસ્લામમાં શરીઅતની સરળતાનું વર્ણન.

મુસાફરી દરમિયાન રોઝો છોડવાની પરવાનગી તેમજ મુસાફરી દરમિયાન રોઝો તોડવાની છૂટ.

સફરમાં રોઝો રાખવો અઘરો હોય, તો તે મકરૂહ (ના પસંદ) છે, જો મૃત્યુ તરફ લઈ જતું હોય, તો પછી હરામ છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: નેકી એ નથી કે મુસાફરીમાં રોઝો રાખવામાં આવે: તેનો અર્થ: જો તમને અઘરું લાગતું હોય અને સહેજ પણ તકલીફ થતી હોય, અને આ હદીષની સમજુતીમાં આ અર્થની જરૂર છે.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પોતાના સાથીઓ પ્રત્યેનું ધ્યાન અને તેમની સ્થિતિ વિશે પૂછવું.

التصنيفات

કારણસર રોઝોન રાખી શકતા હોય તેમના રોઝાનો આદેશ