?મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ…

?મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ સ્પષ્ટ કર્યું કે મુસ્લિમોની એકબીજા પ્રત્યેની સ્થિતિ ભલાઈ, દયા, સહાયતા અને સમર્થનની હોવી જોઈએ, અને જો એક મુસલમાનને નુકસાન પહોંચે તો બીજા પણ તેનો અનુભવ કરે, જેમ કે એક શરીરનું ઉદાહરણ છે, જો તેનો એક ભાગ બીમાર થઈ જાય, તો તેનું સંપૂર્ણ શરીર તેની સાથે નિંદ્રા અને તાવ સાથે પ્રતિક્રિયા આપે છે.

فوائد الحديث

આ હદીષમાં મુસલમાનોને એકબીજાના અધિકારોને મહત્વ આપવામાં આવ્યું છે અને એકબીજા પ્રત્યેના સહકાર અને દયા કરવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

મોમિનો વચ્ચે એકબીજા પ્રત્યે ઉદારતા, સ્નેહ અને મોહબ્બત હોવી જોઈએ.

التصنيفات

અલ્ ઇસ્લામ