અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ…

અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે છે તો તેને ખાલી હાથ નિરાશ મોકલે

સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે છે તો તેને ખાલી હાથ નિરાશ મોકલે».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ દુઆ દરમિયાન હાથ ઉઠાવવા પર ઊભાર્યા છે, અને જણાવ્યું કે પવિત્ર અલ્લાહ (હય્યુન) ખૂબ જ હયાદાર છે, અને તે આપવાનું છોડતો નથી, અને તે બંદા સાથે તે જ વ્યવહાર કરે છે, જેનાથી તે ખુશ થાય છે, અને તેને નુકસાનમાં નથી છોડતો, અને તે (કરીમ) અર્થાત્ તે સવાલ કર્યા વગર આપનાર છે તો પછી સવાલ કરવા પર કેમ ન આપે! તેણે પોતાના મોમિન બંદાથી શરમ આવે છે કે તે દુઆ માટે હાથ ઉઠાવે અને તે પોતાના હાથ નિરાશ અને ખાલી નીચે કરી દે.

فوائد الحديث

જેટલું માનવી અલ્લાહ પ્રત્યે પોતાની આજીજી અને ઈબાદતને જાહેર કરે છે, તેટલો જ તે દુઆ કબૂલ થવાની નજીક હોય છે.

દુઆ કરવા પર પ્રોત્સાહન, અને દુઆમાં હાથ ઉઠાવવા મુસ્તહબ છે, અને તે દુઆ કબૂલ થવાના કારણો માંથી એક છે.

અલ્લાહની મહાન કૃપા અને દયાનું વર્ણન.

التصنيفات

દુઆના આદાબ