إعدادات العرض
હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો
હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો
અબૂ હુરૈરહ રઝી અબ્દુર્ રહમાન બિન્ સખ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો, એટલા માટે કે તમારા કરતા પહેલાના લોકોને વધુ પડતા વ્યર્થ સવાલ અને પોતાના નબીઓ સાથે વિવાદ કરવાના કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા».
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Română Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે જ્યારે હું કોઈ વસ્તુથી તમને રોકુ, તો જરૂરી છે કે કંઈ પણ શંકા કર્યા વગર તેનાથી બચો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કોઈ અમલ કરવાનો આદેશ આપ્યો હોય તેને શક્ય હોય એટલે અંશ સુધી કરવાનો પ્રયત્ન કરવો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે આપણે પાછળ પસાર થયેલી કોમો જેવા કાર્યો ન કરીએ, જેમણે પોતાના પયગંબરોને ઘણા સવાલો કર્યા અને તેમની સાથે વિવાદ કર્યા, જેના કારણે અલ્લાહ તઆલાએ તેમને અલગ અલગ પ્રકારના અઝાબમાં નાખી તેમને નષ્ટ કરી દીધા, એટલા માટે આપણે તેમના જેવું ન થવું જોઈએ, જેથી આપણે નષ્ટ ન થઈ જઈએ.فوائد الحديث
આ હદીષ આદેશો પર અમલ કરવા અને જે કાર્યો પર રોક લગાવી છે, તેનાથી રુકી જવા માટે એક કાયદા અને સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.
જે કાર્યો પર રોક લગાવવામાં આવી છે, તેને સહેજ પણ કરવાની પરવાનગી નથી આપી, પરંતુ આદેશોને કરવા માટે શક્તિ અને તાકાતનું વર્ણન કરવામાં આવ્યું; કારણકે વ્યક્તિ માટે છોડવું શક્ય છે, પરંતુ અમલ કરવા માટે ક્ષમતાની જરૂર હોય છે.
વધુ પ્રમાણમાં સવાલ કરવાથી બચવું જોઈએ, આલિમોએ સવાલ કરવાના બે પ્રકાર વર્ણન કર્યા છે, એક: દીન શીખવા માટે તાલીમ લઈ રહેલા લોકો માટે સવાલ કરવા યોગ્ય અને જાઈઝ છે, અને સવાલ કરવાની આ પદ્ધતિ સહાબાઓની હતી, અને બીજો: હટ અને ઘમંડ કરી ફસાદ ફેલાવવા માટે સવાલ કરવા, તો આ પ્રકારના સવાલ કરવા પર રોક લગાવવામાં આવી છે.
પયગંબરોનો વિરોધ કરવાથી રોક્યા છે, જે પ્રમાણે આગળની કોમોએ પોતાના પયગંબરોનો વિરોધ કર્યો અને તેઓ નષ્ટ થઈ ગયા.
કોઈ વસ્તુ પર રોક લગાવવામાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થાય છે; કારણકે તેનાથી સંપૂર્ણ રીતે ત્યારે જ બચી શકાય છે, જ્યારે તેના થોડાક તેમજ વધુ ભાગથી પણ બચવામાં આવે, ઉદાહરણ તરીકે વ્યાજ હરામ કરવામાં આવ્યું, તો તેમાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થશે.
હરામ કામ સુધી પહોંચાડતા કાર્યોથી પણ બચવું જોઈએ; કારણકે બચવાના અર્થમાં આ વાતનો પણ સમાવેશ થાય છે.
કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ આવી ગયા પછી એમ કહે કે આ વાત કરવી જોઈએ અથવા કે મુસ્તહબ દરજ્જાની છે, પરંતુ તેના પર અમલ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણકે આપે કહ્યું: «તમારી શક્તિ પ્રમાણે અમલ કરો».
વધુ સવાલ કરવા નષ્ટતાનું કારણ છે, ખાસ કરીને એવી વાતો વિશે જેનું જાણવું શક્ય ન હોય, જેવું કે ગેબની વાતો અને તેના મસઅલા તેમજ કયામતના દિવસની પરિસ્થિતિ વગેરે, તેના વિશે વધુ સવાલ ન કરો, નષ્ટ થઈ જશો અને તમને અતિરેક કરનારા લોકો માંથી ગણવામાં આવશે.
