إعدادات العرض
હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે
હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ શુક્રવારના દિવસે બાબુલ્ કઝા નામના દ્વારથી પ્રવેશ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સીધો આપની સામે આવી ઉભો થઇ ગયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: «"અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના" (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ)», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, (જેથી અમે વાદળ જોઈ શકીએ) એટલામાં જ પર્વત પાછળથી એક વાદળ આવ્યું અને આકાશ વચ્ચે આવી ફેલાય ગયું, અને વરસવા લાગ્યો, અલ્લાહની કસમ! (એટલો વરસાદ પડ્યો) કે અઠવાડિયા સુધી અમે સૂર્ય ન જોયો, પછી બીજા શુક્રવારે એક વ્યક્તિ તે જ દ્વારથી આવ્યો આપની સામે ઉભો રહ્યો, આપ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તેણે કહ્યું: માલ (ઢોર) નષ્ટ થઇ ગયો, અને રસ્તા પણ ખતમ થઈ ગયા, તેથી અલ્લાહથી દુઆ કરો કે તે વરસાદ રોકી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યા, અને દુઆ કરી: «"અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ"», આ દુઆ કર્યા પછી વરસાદ રુકી ગયો અને અમે નમાઝ પછી સૂર્યના તડકામાં ચાલ્યા, શરીકે કહ્યું: મેં અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછ્યું: શું આ તે જ વ્યક્તિ હતો, જે પહેલા આવ્યો હતો, તો અનસ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: «હું નથી જાણતો».
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî دری বাংলা Македонски Magyar Tiếng Việt ქართული ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Tagalog Kiswahiliالشرح
શુક્રવારે એક ગામડિયો ઉમર ઇબ્ને ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુના ઘરની સામે, મસ્જિદના પશ્ચિમી દરવાજા માંથી મસ્જિદે નબવીમાં પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે વ્યક્તિ આપની સામે આવી અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! પશુધન મરી ગયા અને રસ્તાઓ પરિવહન કરતા પ્રાણીઓના મૃત્યુને કારણે અથવા ભૂખમરાથી તેમની નબળાઈને કારણે બંધ થઈ ગયા છે, તેથી અલ્લાહ પાસે દુઆ કરો કે તે અમારા પર વરસાદ મોકલે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: "અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના: (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, જેથી અમે વાદળ સ્પષ્ટ જોઈ શકીએ. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેની પાછળથી એક ગોળાકાર વાદળ નીકળ્યું જે એક નાની ઢાલ જેવું હતું, જ્યારે તે મદીનહ પર આકાશની મધ્યમાં પહોંચ્યું, ત્યારે તે ફેલાયું અને પછી વરસાદ પડ્યો, અલ્લાહની કસમ! આવતા શુક્રવાર સુધી વરસાદને કારણે સૂર્ય ન દેખાયો, તે માણસ આવતા શુક્રવારે ફરીવાર તે દરવાજા માંથી પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સામે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! ઢોર નષ્ટ થઈ ગયા, માર્ગ બંધ થઈ ગયા, તમે અલ્લાહથી દુઆ કરો કે વરસાદ રોકી દે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને દુઆ કરી: "અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: વરસાદ રુકી ગયો અને અમે તડકામાં હરવા ફરવા લાગ્યા.فوائد الحديث
રોજી મેળવવા માટે દુઆ કરવી અને જમીન પર મહેનત કરવા જેવા કાર્યો કરવી, આ બન્ને સ્ત્રોત અલ્લાહ પર તવક્કુલ (ભરોસા) વિરુદ્ધ નહીં ગણાય.
વરસાદ માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆ પઢવી મુસ્તહબ (માન્ય) છે.
જ્યારે વરસાદથી નુકસાન થાય, તો વાવાઝોડું અને વરસાદ બંધ થાય તે માટે દુઆ કરવી માન્ય છે, ખાસ કરીને ટેકરીઓ, ગુફાઓ અને ખીણોના તળિયા પર વરસાદ હોવો જોઈએ; જેથી ખેતી અને ચરણ માટે તે જગ્યાઓ વધુ યોગ્ય છે.
જીવંત અને હાજર લોકોમાંથી જેમને સદાચારી અને પરહેજગાર માનવામાં આવતા હોય, તેમની પાસેથી દુઆ કરાવવી માન્ય છે, આ માન્ય વસિલો ગણવામાં આવે છે, અલ્લાહને છોડીને કોઈને સૃષ્ટિનો અધિકાર આપી અલ્લાહ પાસે દુઆ કરાવવી, પછી ભલે તે જીવંત હોય કે મૃત, જાઈઝ નથી; કારણ કે તે શિર્કનું એક માધ્યમ છે.
દુઆમાં આગ્રહ અને તેને પુનરાવર્તિત કરવાની છૂટ.
જરૂરત વખતે ખુતબો આપનાર કોઈની સાથે વાતચીત કરી શકે છે.
વરસાદ વરસાવવા અને તેને રોકવામાં અલ્લાહની અદ્ભુત શક્તિનું વર્ણન.
વરસાદ રોકવવા માટે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હિકમતથી દુઆ કરી વરસાદના કારણે જે વસ્તુને નુકસાન પહોંચી રહ્યું હતું, અને જેને નુકસાન નથી પહોંચતું.
ખુતબામાં દુઆએ ઇસ્તિસ્કાઅ કરવી જાઈઝ છે.
દુઆમાં હાથ ઉઠાવી શકાય છે; કારણકે બંદાની આજીજી અને વિનમ્રતાનો આગ્રહ જોવા મળે છે, અને આ બાબતે આલિમો વચ્ચે ઇજમાઅ (મતભેદ) છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિશાનીઓ માંથી એક નિશાની, જે આપની સત્ય નુબુવ્વત તરફ ઈશારો કરે છે, આપની દુઆ તરત જ કબૂલ કરવામાં આવી, વરસાદને માંગવામાં અને તેને રોકવામાં.
