મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર…

મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો

ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દુનિયા અને આખિરતમાં છૂટકારો પ્રાપ્ત કરવા બાબતે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે ત્રણ કામ કરો: પહેલું: પોતાની જુબાનને તે દરેક વસ્તુથી બચાવો જેમાં ભલાઈ ન હોય, દરેક પ્રકારની બુરાઈથી બચો અને સારી વાત સિવાય બીજું કઈ ન બોલો. બીજું: પોતાના ઘરમાં રહો, જેથી તમે એકાંતમાં અલ્લાહની ઈબાદત કરો, અને અલ્લાહના અનુસરણમાં વ્યસ્ત રહો, અને પોતાના ઘરમાં રહીને ફિતનાથી દૂર રહો. ત્રીજું: પોતાના ગુનાહો પર પસ્તાવો કરો, તૌબા કરો અને રડો.

فوائد الحديث

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની નજાત અને છૂટકારાના માર્ગ વિષે જાણવાની ઉત્સુકતા.

દુનિયા અને આખિરતમાં નજાત મેળવવાના સ્ત્રોતનું વર્ણન કરવામાં આવ્યું છે.

માનવીને એકાંતમાં રહેવા પર પ્રોત્સાહન, જો તે અન્યને ફાયદો પહોંચાડવામાં અસમર્થ હોય અથવા લોકો સાથે ઉઠવા બેસવાથી તેના દીન અને પ્રાણને નુકસાન પહોંચતું હોય તો.

ઘરમાં રહેવા પર પ્રોત્સાહન ખાસ કરીને ફિતનાના સમયે જેથી તેનાથી બચીને રહી શકીએ.

التصنيفات

વાતચીત કરવા તેમજ ચૂપ રહેવાના આદાબ, તૌબા