અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને…

અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારી ભૂલોને મિટાવી દે છે,

મઅદાન બિન અબી તલ્હા અલ્ યઅમરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આઝાદ કરેલ ગુલામ ષૌબાન સાથે મુલાકાત કરી, મેં કહ્યું: મને એક એવો અમલ જણાવો કે જેના કારણે અલ્લાહ મને જન્નતમાં દાખલ કરી દે? અથવા મેં કહ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, તેઓ ચૂપ રહ્યા, મેં ફરીવાર સવાલ કર્યો, તેઓ ચૂપ રહ્યા, મેં ત્રીજી વખત સવાલ કર્યો તેઓએ કહ્યું: આ વિશે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કર્યો તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારી ભૂલોને મિટાવી દે છે,» મઅદાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: ફરી મેં અબૂ દરદાઅ સાથે મુલાકાત કરી, અને તેમને પણ આ વિશે સવાલ કર્યો તો તેઓએ પણ મને ષૌબાને આપેલ જવાબ પ્રમાણે જવાબ આપ્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને એક એવા અમલ વિશે સવાલ કરવામાં આવ્યો, જે જન્નતમાં દાખલ થવાનું કારણ હોય, અથવા અલ્લાહની નજીક તે અમલ પ્રિય હોય? સવાલ કરનારને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો, નમાઝમાં વધુ પ્રમાણમાં સિજદો કરતા રહો, એટલા માટે કે તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરવામાં આવે છે, અને તમારા ગુનાહ માફ થાય છે.

فوائد الحديث

આ હદીષમાં એક મુસલમાનને ફર્ઝ નમાઝ તેમજ નફિલ નમાઝ પઢવા બાબતે ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે, જેમાં સિજદા હોય છે.

સહાબાઓની દીન પ્રત્યે સમજૂતી અને ઇલ્મનું વર્ણન કે જન્નત અલ્લાહની પછી અમલ વિના પ્રાપ્ત કરી શકતા નથી.

નમાઝમાં સિજદો દરજ્જામાં બુલંદી અને ગુનાહોની માફીનું કારણ છે.

التصنيفات

નમાઝની મહ્ત્વતા