અમે નબી ﷺના સમયે …

અમે નબી ﷺના સમયે દરેક નાના મોટા, આજાદ અને ગુલામ તરફથી એક સાઅ ઘઉં અથવા એક સાઅ પનીર અથવા એક સાઅ જુવાર, અથવા એક સાઅ ખજૂર અથવા એક સાઅ કિશમીશ (સૂકી દ્રાક્ષ) ફિતરો કાઢતા હતા

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે નબી ﷺના સમયે દરેક નાના મોટા, આજાદ અને ગુલામ તરફથી એક સાઅ ઘઉં અથવા એક સાઅ પનીર અથવા એક સાઅ જુવાર, અથવા એક સાઅ ખજૂર અથવા એક સાઅ કિશમીશ (સૂકી દ્રાક્ષ) ફિતરો કાઢતા હતા, અમે આ પ્રમાણે જ ફિતરો નીકાળતા રહ્યા અહીં સુધી કે એકવાર મુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ હજ કરવા અથવા ઉમરહ કરવા અમારી પાસે આવ્યા, અને મિમ્બર પર ચઢી ખુતબો કર્યો, અને લોકો સાથે વાતચીત પણ કરી, લોકો સાથે જે વાત કરી તેમાં આ વાતનો પણ ઉલ્લેખ હતો કે હું એવું સમજુ છું કે શામ શહેરથી આવનારા મોંઘા ઘઉંના બે મૂદ (અડધો સાઅ) ખજૂરના એક સાઅ બરાબર છે, ત્યારબાદ લોકોએ આ વાત સ્વીકારી લીધી, પરંતુ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હું જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી આપ ﷺએ જે પ્રમાણે ફિતરો કાઢ્યો છે તે પ્રમાણે જ કાઢતો રહીશ.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

મુસલમાનો નબી ﷺના સમયે અને તેમના પછી ખુલફાએ રાશીદિનના સમયમાં દરેક નાના મોટા તરફથી ખોરાક માંથી એક સાઅ સદકતુલ્ ફિતર (ફિતરો) કાઢતા હતા. ખોરાક માંથી ઘઉં, (કિશમીશ): સૂકી દ્રાક્ષ, અને (પનીર): ઠરેલું દૂધ અને ખજૂર. એક સાઅ ચાર મુદ બરાબર હોય છે અને એક મુદનું પ્રમાણ એક મધ્યસ્થ વ્યક્તિના ખોબા જેટલું હોય છે. પછી જ્યારે મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ મદીનહ આવ્યા, અને તે સમયે તેઓ ખલીફા હતા, અને શામ શહેરના ઘઉં વધારે પ્રમાણમાં જોયા તો તેમણે ખુતબો આપ્યો અને કહ્યું: હું સમજુ છું કે બે મુદ શામના ઘઉં (અડધો સાઅ) એક સાઅ ખજૂર બરાબર છે, ત્યારબાદ લોકોએ પ્રમાણે આપવા લાગ્યા. અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તો એવી જ રીતે સદકતુલ્ ફિતર આપતો રહીશ, જે પ્રમાણે આપ ﷺના સમયમાં હું કાઢતો હતો, અને જ્યાં સુધી જીવિત રહીશ, ત્યાં સુધી આ પ્રમાણે જ કાઢતો રહીશ.

فوائد الحديث

આ હદીષમાં નબીﷺના સમયમાં સદકતુલ્ ફિતર કાઢવાનો માપ વર્ણન કરવામાં આવ્યો છે, ખોરાક માંથી એક સાઅ, જો કે કિંમત અને પ્રકાર અલગ હોઇ શકે છે.

પ્રાકૃતિક રીતે જે જગ્યા પર જે ખોરાક ખાવામાં આવતો હોય તે આપી શકાય, અહીંયા ચાર પ્રકારના ખોરાકનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે કારણકે આપ ﷺના

સમયમાં તે ખોરાક લોકો ખાતા હતા.

ખોરાક વગર કિંમત અને રૂપિયા કાઢવા, યોગ્ય નથી.

ઇમામ નવવી રહિમહુલ્લાહ સહીહ મુસ્લિમના હાશિયામાં લખે છે કે સહાબાના સમયમાં વિવાદ જોવા મળ્યો, તો તેમણે એમ ન કહ્યું કે આ આનાથી શ્રેષ્ઠ છે, આપણે બીજી દલીલ તરફ જોઈએ છીએ, તો આપણને જાણવા મળે છે કે એ વાત પર એકમત છે કે એક સદકતુલ્ ફિતરમાં એક સાઅ ઘઉં આપવા જોઈએ.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ આપ ﷺનું મજબૂત અનુસરણ કરનાર અને અડગ રહેનાર હતા, અને જ્યાં નસ (દલીલ) આવી જાય, તો પોતે કરેલ ઇજતિહાદ મંતવ્ય)ને નહતા માનતા, મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુનું ઇજતીહાદ કરવું અને લોકોનું તેમની વાત માનવું, ઇજતીહાદ કરવાને જાઈઝ બતાવે છે, ઇજતીહાદ પ્રસંશનીય છે પરંતુ જ્યાં નસ હોય ત્યાં ઇજતિહાદ અમાન્ય ગણાશે.

التصنيفات

ઝકાતુલ્ ફિતર