إعدادات العرض
મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ …
મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ)
અબૂ ઉબૈદ ઈબ્ને અઝહરના આજાદ કરેલ ગુલામો માંથી હતા, તેઓ રિવાયત કરે છે: મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ).
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî සිංහල Kiswahili Tiếng Việt অসমীয়া Nederlands አማርኛ മലയാളം ไทย Românăالشرح
નબી ﷺએ ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા બન્ને દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, ઇદુલ્ ફિતર રમઝાનના રોઝા રાખ્યા પછીનો દિવસ, અને ઈદુલ્ અઝહા, જે દિવસે તમે પોતાના જાનવરની કુરબાનીનું શાક ખાઓ છો.فوائد الحديث
ઈદુલ્ ફિતર, ઈદુલ્ અઝહા અને અય્યામે તશરીક; કારણકે તે પણ દિવસો ઈદમાં જ આવે છે, તે દિવસીમાં રોઝા રાખવા હરામ છે, જો કોઈ હાજી પર હદ્યના કારણે રોઝો રાખવો જરૂરી હોય તો તે અય્યામે તશરિકમાં રોઝો રાખી શકે છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું: બન્ને દિવસે વર્ણન કરવામાં ફાયદો એ છે કે જાહેર કરી દેવામાં આવે કે હવે રોઝો નથી, અને રોઝાથી અલગ કરવામાં આવે અને પછી રાખવામાં આવતા રોઝા તોડી રમઝાનના રોઝાની સપૂર્ણતા જાહેર કરવામાં આવે, અને બીજું એ કે નિકટતા પ્રાપ્ત કરતા કરવામાં આવતી કુરબાનીના શાક માંથી ખાવામાં આવે.
ખતીબ માટે મુસ્તહબ છે કે તે પોતાના ખુતબામાં સમય પ્રમાણે મસઅલા વર્ણન કરે અને લોકોને સચેત કરે.
કુરબાનીનું શાક ખાવાની મશરુઇયત (પરવાનગી).
التصنيفات
રોજદાર પર અવૈદ્ય વસ્તુઓ