إعدادات العرض
તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને…
તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતા, તો તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî සිංහල অসমীয়া Kiswahili Tiếng Việt Nederlands پښتو नेपाली മലയാളം Svenska Кыргызча Română ಕನ್ನಡ Српски తెలుగు ქართული Moore Magyar Македонски Čeština Українська አማርኛ Kinyarwanda Wolofالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે લોકોને જેઓ સમાગમ કરવાની અને શાદીના ખર્ચ ઉઠાવવાની શક્તિ ધરાવે છે, તેમને શાદી કરવાનો આદેશ આપ્યો છે, કારણકે શાદી તેમની નજરને હરામ દ્રશ્યોથી સુરક્ષિત રાખશે, અને તેમના ગુપ્તાંગની સુરક્ષા કરશે, અને તેને ખરાબ કૃત્યો (અર્થાત્ વ્યભિચાર) માં સપડાવવાથી બચાવશે, અને જે વ્યક્તિ શાદીના ખર્ચ ઉઠાવવા પર અસક્ષમ હોય, પરંતુ તે સમાગમ કરવની શક્તિ ધરાવતો હોય, તો તેણે રોઝા રાખવા જોઈએ, કારણકે રોઝો તેની સમાગમ કરવાની ઈચ્છાને ખતમ કરે છે અને વીર્યને ખરાબીથી રોકે છે.فوائد الحديث
ઇસ્લામ પવિત્રના દરેક સ્ત્રોતોને અપનાવવા અને અનૈતિકતાથી બચવાના દરેક સ્ત્રોતોને અપનાવવા પર ઉભારે છે.
આ હદીષમાં જે વ્યક્તિ શાદીના ખર્ચ ઊઠવવા પર અસક્ષમ હોય, તેને રોઝા રાખવાનો આદેશ આપ્યો છે, જે તેની મનોકામનાને કમજોર કરી દેશે.
રોઝાનું ઉદાહરણ (અરબીમાં વિજાઅ) કવચ શબ્દ દ્વારા આપવામાં આવ્યું; કારણકે વિજાઅનો અર્થ અંડકોષની નસોને કાપવાનો છે, જેના દ્વારા માનવીની મનોકામનાની ઈચ્છા ખતમ થઈ જાય છે, એવી જ રીતે રોઝો પણ મનોકામનાની ઈચ્છાને કમજોર કરી દે છે.