તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે…

તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે રમજાનનો મહિનો પામે અને તે મહિનો તેની માફી પહેલા જ પસાર થઈ જાય, અને તે વ્યક્તિ પણ અપમાનિત થાય, જે વ્યક્તિ પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે રમજાનનો મહિનો પામે અને તે મહિનો તેની માફી પહેલા જ પસાર થઈ જાય, અને તે વ્યક્તિ પણ અપમાનિત થાય, જે વ્યક્તિ પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ તે ત્રણ પ્રકારના લોકો માટે અપમાન અને નુકસાનની દુઆ કરી છે કે તેમના નાક માટીમાં ચોંટીને નષ્ટ થઈ જાય. પહેલો પ્રકાર: જેની સમક્ષ નબી ﷺનું નામ લેવામાં આવે અને તે તેમના પર દરૂદ ન પઢે, જેમકે આ શબ્દો: સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વગેરે. બીજો પ્રકાર: તે વ્યક્તિ જે રમજાનનો મહિનો પામે, પરંતુ તે મહિનો પસાર થઈ જાય, તે પહેલા કે તે ખૂબજ આજ્ઞા પાલન કરી પોતાને માફ કરાવી લે. ત્રીજો પ્રકાર: તે વ્યક્તિ જે પોતાના માતા પિતાને વૃદ્ધવસ્થામાં જોવે, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે.

فوائد الحديث

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: સત્ય વાત એ છે કે આ પ્રકારના લોકોને કઈક મળ્યું હતું, પરંતુ તેઓ તેના દ્વારા પુષ્કળ માત્રામાં ભલાઈ પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યા, પોતાની આળસના કારણે, બસ જ્યારે તેમણે આળસ કરી તેઓ અસફળ થયા અને તેમણે અંતમાં નુકસાન જ ઉઠાવ્યું.

આ હદીષમાં નબી ﷺનું નામ આવવા પર તેમના પર દરૂદ મોકલવા પર ઊભાર્યા છે.

રમજાનના મહિનામાં ખૂબ જ કાળજીપૂર્વક ઈબાદત કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.

માતાપિતાનું સન્માન કરવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે ખાસ કરીને વૃદ્ધવસ્થાના સમયે.

التصنيفات

કોઈ પણ પરિસ્થિતિ વખતે પઢવાની દુઆ