નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા, જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) રમજાનમાં દરરોજ રાત્રે મુલાકાત લેતા, અને કુરઆન મજીદ સંભળાવતા, આવી સ્થિતિમાં અલ્લાહના પયગંબર આંધી કરતાં પણ વધુ જડપથી દાન કરવા લાગતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોમાં સૌથી વધારે સખી હતા, અને દાન આપવવાની સ્થિતિ રમજાન મહિનામાં વધી જતી હતી, અને જે વ્યક્તિ જે કંઈ વસ્તુની ઈચ્છા કરતો, તે તેને આપી દેતા, અને વધુ પ્રમાણમાં દાન કરવાના બે કારણો હતા: પહેલું: જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાતના કારણે. 2- કુરઆન પઢવાના કારણે, જે દિલથી પઢવામાં આવતું હતું. બસ જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સંપૂર્ણ ઉતારવામાં આવેલ કુરઆનનો દૌર કરાવતા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સત્કાર્યો કરવાના હેતુથી ખૂબ જ દાન કરતાં, અને અલ્લાહના સર્જનને ફાયદો પહોંચાડવા માટે વરસાદની માફક ભલાઈના કામમાં ભાગ લેતા.

فوائد الحديث

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના દાન કરવાની સ્થિતિનું વર્ણન છે, ખાસ કરીને રમજાનના મહિનામાં, જે અનુસરણ કરવાનો અને સત્કાર્યો કરવાનો મહિનો છે.

દરેક સમયે દાન કરવાની પ્રેરણા ખાસ કરીને રમજાનના મહિનામાં ખૂબ જ દાન કરવું જોઈએ.

રમજાનના મહિનામાં ખૂબ જ સત્કાર્યો, નેકીઓ કરવી જોઈએ, અને કુરઆન પઢવું જોઈએ.

આલિમો અને વિધાર્થીઓ સાથે જ્ઞાનનો દૌર કરવો, એ જ્ઞાનની સુરક્ષાનો એક સ્ત્રોત છે.

التصنيفات

રમઝાન, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ઉદારતા