મુશરીકો સાથે પોતના માલ, પ્રાણ અને જબાન વડે યુદ્ધ કરો

મુશરીકો સાથે પોતના માલ, પ્રાણ અને જબાન વડે યુદ્ધ કરો

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુશરીકો સાથે પોતના માલ, પ્રાણ અને જબાન વડે યુદ્ધ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિનોને કાફિરો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો, અને દરેક યોગ્ય તરીકા વડે તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી અલ્લાહનો કલિમો બુલંદ થાય, તેમાંથી: પહેલું: તેમની સાથે યુદ્ધ કરવામાં માલ ખર્ચ કરવામાં આવે, હથિયારો ખરીદીને અને યોદ્ધાઓ પર ખર્ચ કરીને વગેરે જેવા કાર્યો. બીજું: તેમનો સામનો અને મુકાબલો કરવા પોતે શરીર અને પ્રાણ વડે નીકળવું. ત્રીજું: જબાન વડે તેમના સુધી દીનનો પ્રચાર કરી અને તેમના પર દલીલ લાગું કરી, અને તેઓને સચેત કરી તેમજ તેમના અકીદાને અમાન્ય કરીને.

فوائد الحديث

પ્રાણ, ધન અને જબાન વડે મુશરીકો સાથે યુદ્ધ કરવા પર ઊભાર્યા છે, દરેક ક્ષમતા પ્રમાણે, અને યુદ્ધ ફક્ત પોતાની સાથે કરવા સુધી સીમિત નથી.

યુદ્ધનો આદેશ વાજિબ છેં અને આ એક જરૂરી ફરજો માંથી એક છે, ક્યારેક તેનો આદેશ દરેક માટે જરૂરી હોય છે અને ક્યારેક તેનો આદેશ પર્યાપ્ત લોકો માટે જરૂરી હોય છે.

અલ્લાહએ યુદ્ધને નીચે વર્ણવેલ કારણોથી વાજિબ કર્યું છે: પહેલું: શિર્ક અને મુશરિકોનો પ્રતિકાર કરવો, કારણકે અલ્લાહ ક્યારે પણ શિર્કને સ્વીકારતો નથી, બીજું: અલ્લાહ તરફ દઅવત આપવાના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા, ત્રીજું: અકીદાની તે દરેક વસ્તુની સુરક્ષા કરવી, જે તેનો વિરોધ કરે છે, ચોથું: મુસલમાનો, તેના વતન,તેમની ઇઝ્ઝત અને તેમના માલ સુરક્ષા કરવા.

التصنيفات

જિહાદનો હુકમ