તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો

તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો

હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું અજ્ઞાનતાના સમયે ઈબાદતની નિયતથી જે સદકો કરતો હતો અને ગુલામો આઝાદ કરતો હતો અને સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, શું મને તે કાર્યોનો બદલો આપવામાં આવશે? નબી ﷺ એ કહ્યું: «તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે કાફિર જ્યારે ઇસ્લામ લાવે, તો તેણે ઇસ્લામ લાવ્યા પહેલા અજ્ઞાનતા સમયે કરેલા નેક કામોનો સંપૂર્ણ બદલો આપવામાં આવશે, જેવું કે સદકો, ગુલામોને આઝાદ કરવું અને સિલા રહેમી કરવી.

فوائد الحديث

કાફિરના નેક અમલનો બદલો દુનિયામાં જ આપવામાં આવશે, જો તે કુફ્રની સ્થિતિમાં મૃત્યુ પામશે તો તેને આખિરતમાં કોઈ સવાબ નહીં મળે.

التصنيفات

અલ્ ઇસ્લામ