કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી તમારુ યહૂદી કોમ સાથે યુદ્ધ ન થાય, (જ્યારે યુદ્ધ થશે) તો તે પથ્થર પણ…

કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી તમારુ યહૂદી કોમ સાથે યુદ્ધ ન થાય, (જ્યારે યુદ્ધ થશે) તો તે પથ્થર પણ અલ્લાહના આદેશથી બોલશે, જેની પાછળ યહૂદી સંતાઈ ગયો હશે: હે મુસલમાન ! આ યહૂદી મારી પાછળ સંતાઈ ગયો છે, તેને કતલ કરી દે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી તમારુ યહૂદી કોમ સાથે યુદ્ધ ન થાય, (જ્યારે યુદ્ધ થશે) તો તે પથ્થર પણ અલ્લાહના આદેશથી બોલશે, જેની પાછળ યહૂદી સંતાઈ ગયો હશે: હે મુસલમાન ! આ યહૂદી મારી પાછળ સંતાઈ ગયો છે, તેને કતલ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી મુસલમાન અને યહૂદી કોમ વચ્ચે યુદ્ધ ન થાય, અહીં સુધી કે એક યહૂદી પોતાના બચાવ માટે મુસલમાનથી બચતા એક પથ્થર પાછળ સંતાઈ જશે, અલ્લાહ તઆલા તે પથ્થરને બોલવાની શક્તિ આપશે અને તે પથ્થર મુસલમાનને પોકારશે: મારી પાછળ યહૂદી સંતાઈ ગયો છે, તું આવીને તેને કતલ કરી દે.

فوائد الحديث

આપ ﷺ એ કેટલીક ગેબની વાતો તેમજ ભવિષ્યની વાતો અલ્લાહના આદેશથી જણાવી છે, જેટલું અલ્લાહ તઆલાએ આપ ﷺ ને જણાવ્યું, અને તે થઈને જ રહેશે, જેમાં કોઈ શંકા નથી.

અંતિમ સમયમાં મુસલમાન અને યહૂદી વચ્ચે યુદ્ધ થશે, અને તે કયામતની નિશાનીઓ માંથી છે.

ઇસ્લામ દીન કયામત સુધી બાકી રહેશે અને સમગ્ર ધર્મો પર જાહેર (ગાલિબ) થઈ જશે.

અલ્લાહ તઆલાએ મુસલમાનોની તેમના શત્રુઓ વિરુદ્ધ મદદ કરી, જેવું કે અંતિમ સમયમાં એક પથ્થરને પણ બોલવાની શક્તિ આપશે.

التصنيفات

બરઝખી જીવન