જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના…

જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના દ્વારા તો લોકોને મારતા હશે, અને બીજો પ્રકાર તે સ્ત્રીઓને છે, જે કપડાં પહેર્યા હોવા છતાંય નગ્ન હશે, જે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે પણ તેમની તરફ આકર્ષિત થશે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના દ્વારા તો લોકોને મારતા હશે, અને બીજો પ્રકાર તે સ્ત્રીઓને છે, જે કપડાં પહેર્યા હોવા છતાંય નગ્ન હશે, જે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે પણ તેમની તરફ આકર્ષિત થશે, તે સ્ત્રીઓના માથા બુખ્તી ઊંટોના કોહાન (ખૂંધ) માફક ઊંચા હશે, અને તેણીઓ જન્નતમાં દાખલ નહીં થાય, અને તેમને જન્નતની સુગંધ પર નહીં આવે, જો કે જન્નતની સુગંધ દૂરથી આવતી હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ બે પ્રકારના જહન્નમી લોકો વિષે ચેતવણી આપી, જે નબી ﷺ ના સમયે ન હતા, પરંતુ તે લોકો તેમના પછી આવશે: પહેલો પ્રકાર: તે લોકો જેમની પાસે ગાયની પૂછડી માફક લાંબા લાંબા ચાબુક હોય છે, જેના વડે તેઓ લોકોને મારે છે, અને તે પોલીસો અથવા જાલિમ લોકોના સાથીદારો છે, જેઓ અયોગ્ય રીતે લોકો પર જુલમ કરે છે. બીજો પ્રકાર: એવી સ્ત્રીઓ જેમણે પોતાની પવિત્રતા અને હયાના કપડાં ઉતારી દીધા, જો કે સ્ત્રી શરમ અને હયા સાથે પેદા કરવામાં આવી છે. તે સ્ત્રીઓના ગુણો: તેણીઓએ જાહેરમાં તો કપડાં પહેર્યા હશે, પરંતુ તે વાસ્તવમાં નગ્ન હશે; કારણકે તેણીઓએ એવા પાતળા કપડાં પહેર્યા હશે, જેમાંથી તેમના શરીરની ચામડી દેખાતી હશે, તેઓ સુંદરતા માટે પોતાના શરીરના અમુક અંગોને ઢાંકશે અને અમુક અંગોને ખુલ્લા રાખશે, તેણીઓ પુરુષોના દિલોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તે પ્રકારના કપડાં પહેરી, અને ખભા ઝુકાવી ઇતરાઈને ચાલે છે, અને અન્ય સ્ત્રીઓને પણ તે કાર્ય કરવા પર ઉભારે છે, જે ગુનાહ અને બુરાઈમાં તેણીઓ પોતે સપડાયેલી છે, તેમના ગુણો માંથી: તેમના માથા ઊંટના ખૂંધ (ઢેકા) જેવા હોય છે, તે પોતાના માથાને ઊંચું કરવા માટે હેર બેન્ડ વગેરે જેવુ બાંધે છે, અહિયાં ઊંટના ખૂંધ (ઢેકા) વડે ઉદાહરણ એટલા માટે આપ્યું કે તેમના માથાની ચોટલીઓના કારણે, અને તેને એવી રીતે ફેલાવીને બાંધે છે તે ઊંટના ઢેકાની માફક એક બાજુ ઢળી જાય છે. આ દરેક લક્ષણો જે સ્ત્રીઓમાં જોવા મળશે, તે જન્નતમાં દાખલ નહીં થાય, ન તો તેની સુગંધ પ્રાપ્ત કરી શકશે, ન તો તેની નજીક જઈ શકશે, જો કે જન્નતની સુગંધ દૂરથી સૂંઘી શકાય એવી હશે.

فوائد الحديث

આ હદીષમાં લોકોને કોઈ ગુનાહ વગર મારવા અથવા નુકસાન પહોંચાડવાથી રોકવામાં આવ્યા છે.

જાલિમની તેના જુલમ પર મદદ કરવી હરામ છે.

આ હદીષમાં સ્ત્રીઓને એવા કપડાં પહેરવા પર સખત ચેતવણી આપી છે, જેના કારણે તેમના ગુપ્તાંગ અથવા શરીરના અંગો દેખાતા હોય.

આ હદીષમાં સ્ત્રીને અલ્લાહના આદેશોનું પાલન કરવા પર પ્રોત્સાહિત કરી છે, અને સ્ત્રીઓએ તે કાર્યો અને બાબતો જે અલ્લાહને નારાજ કરે અને તેમના માટે આખિરતમાં કાયમી, સખત, દુ:ખદાઈ અઝાબનું કારણ બને તેનાથી દૂર રહેવું જોઈએ.

આ હદીષ નબી ﷺ ના સાચા નબી હોવાની દલીલો માંથી એક છે કે નબી ﷺ એ એવા કાર્યો વર્ણન કર્યા જે તેમના સમયે ન હતા, પરંતુ આગળના સમયમાં જે પ્રમાણે વર્ણન કર્યા હતા તે પ્રમાણે થયા.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા