શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય…

શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય તે પણ જરૂર લગાવે

અમ્ર બિન સુલૈમ અન્સારી કહે છે: હું તે વાતની સાક્ષી આપું છું કે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે નબી ﷺ એ કહ્યું: «શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય તે પણ જરૂર લગાવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તે દરેક વ્યક્તિ જેના પર જુમ્માની નમાઝ વાજિબ છે તેના માટે જરૂરી છે કે તે જુમ્માના દિવસે ગુસલ કરે, એવી જ રીતે દાતણ વડે પોતાના દાંત સાફ કરે, અને સારી ખુશ્બુ કે સુગંધ દ્વારા ખુશ્બૂ લગાવે.

فوائد الحديث

આ હદીષ દ્વારા સાબિત થાય છે કે દરેક બાલિગ (પુખ્તવય) મુસલમાન પર જુમ્માના દિવસે ગુસલ કરવું મુસ્તહબ (સારું કાર્ય) છે.

પાકી સફાઇ અપનાવવી અને અયોગ્ય દુર્ગંધને દૂર કરવી, તે ઇસ્લામની શરીઅત (નિયમ) મુજબ એક મુસલમાન માટે જરૂરી છે.

જુમ્માના દિવસની મહત્ત્વતા અને તેના માટે ખાસ તૈયારી કરવામાં આવે.

ખાસ જુમ્માના દિવસે મિસ્વાક (દાતણ) કરવું જોઈએ.

જુમ્માની નમાઝ પઢવા જતાં પહેલા અત્તરો માંથી કોઈ સારી ખુશ્બૂનો ઉપયોગ કરવો જોઈએ.

જો કોઈ સ્ત્રી નમાઝ પઢવા કે અન્ય કામ માટે ઘરની બહાર નીકળે તો તેના માટે ખુશ્બૂનો ઉપયોગ જાઈઝ નથી, કારણકે તેના હરામ હોવા પર નબી ﷺ ની સ્પષ્ટ હદીષ છે.

પુખ્તવય તે છે: પુખ્તવય હોવાના કેટલાક લક્ષણો છે જેમાંથી ત્રણ પુરુષ અને સ્ત્રી બંનેમાં સરખા છે. ૧- પંદર વર્ષ પૂરા થવા, ૨- ગુપ્તાંગની આજુબાજુ સખત વાળ નીકળવા, ૩- સ્વપ્નદોષ અથવા મનેચ્છા દ્વારા અથવા સ્વપ્નદોષ વગર વીર્ય નીકળવું, અને ચોથું લક્ષણ જે સ્ત્રી માટે ખાસ છે, તે એ કે સ્ત્રીને હૈઝ (માસિક) આવવા લાગે, જો કોઈ સ્ત્રીને હૈઝ આવે તો તે બાલિગ અર્થાત્ પુખ્તવયની થઈ ગઈ ગણાશે.

التصنيفات

જુમ્માની નમાઝ માટે આદેશો