સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્…

સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ".

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [Ibn Khuzaymah - Al-Bayhaqi - આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જે વસ્તુઓ નક્કી કરી તેમાંથી એ પણ છે કે મુઅઝ્ઝિન ખાસ કરીને ફજરની અઝાનમાં ("હય્ય અલલ્ ફલાહ" આવો સફળતા તરફ) કહ્યા પછી, કહે: ("અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ" નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે).

فوائد الحديث

આ હદીષમાં (સુન્નત માંથી) કહ્યું: અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત, જેથી આ હદીષનો હુકમ મરફૂઅનો છે અર્થાત્ આ હદીષની નિસ્બત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ છે.

મુઅઝ્ઝિનનું ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" (આ સફળતા તરફ) પછી બે વખત "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ્" (નમાઝ ઊંઘ કરતા વધુ શ્રેષ્ઠ છે) કહેવું મુસ્તરહબ છે; કારણ કે ફજરની નમાજ સમયે લોકો સૂઈ ગયા હોય છે, અને તેઓ નમાઝ માટે ઊંઘમાંથી ઊભા થાય છે, એટલા માટે જ ફજર નમાઝને ખાસ કરવામાં આવી, અન્ય નમાઝ સિવાય.

التصنيفات

અઝાન અને ઇકમત