આ બંને નમાઝો પઢવી મુનાફિકો માટે સૌથી વધુ કઠિન છે, જો તેઓ જાણી લેતા કે આ બંને નમાઝોમાં કેટલો સાવબ છે, તો જરૂર આવતા,…

આ બંને નમાઝો પઢવી મુનાફિકો માટે સૌથી વધુ કઠિન છે, જો તેઓ જાણી લેતા કે આ બંને નમાઝોમાં કેટલો સાવબ છે, તો જરૂર આવતા, ભલેને તેમને (હાથ અથવા) ઘૂંટણો વડે આવવું પડતું

ઉબય બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ એક દિવસ અમને ફજરની નમાઝ પઢાવી, ફરી કહ્યું: «શું કેટલાક લોકો આવ્યા છે?" લોકોએ કહ્યું: ના, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «આ બંને નમાઝો પઢવી મુનાફિકો માટે સૌથી વધુ કઠિન છે, જો તેઓ જાણી લેતા કે આ બંને નમાઝોમાં કેટલો સાવબ છે, તો જરૂર આવતા, ભલેને તેમને (હાથ અથવા) ઘૂંટણો વડે આવવું પડતું, અને પહેલી સફ ફરિશ્તાઓની સફની માફક છે, જો તમે તેની મહત્ત્વતા જાણી લેતા, તો તેના માટે જલ્દી કરતાં, અને ખરેખર એક વ્યક્તિની નમાઝ તેના એકલા નમાઝ પઢવાથી બીજા વ્યક્તિ સાથે પઢવી શ્રેષ્ઠ છે, અને બે વ્યક્તિ સાથે નમાઝ પઢવી એક વ્યક્તિ સાથે નમાઝ પઢવા કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને લોકો નમાઝમાં જેટલા વધારે હશે, તે નમાઝ એટલીજ અલ્લાહની નજીક શ્રેષ્ઠ અને પ્રિય ગણાશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [An-Nasaa’i - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ ફજરની નમઝ પઢાવી, ફરી પૂછ્યું: શું કેટલાક લોકો આપણી આ નમાઝ સાથે હાજર છે? સહાબાઓએ કહ્યું; ના. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ફલાણો વ્યક્તિ આવ્યો છે? બીજા વ્યક્તિ માટે આ સવાલ કર્યો, સહાબાઓએ કહ્યું: ના. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ખરેખર ફજર અને ઈશાની નમાઝ મુનાફિકો માટે તેમની સુસ્તીના કારણે પઢવી કઠિન છે; કારણકે તે સમયે અંધારાના કારણે લોકો તેમને જોઈ નથી શકતા, તેથી તેઓ તેમાં હાજર થતાં નથી. અને હે મોમિનો! જો તમે ફજર અને ઈશાની નમાઝમાં મળતા સવાબને જાણી લેતા, -સવાબ અલ્લાહની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે- તો તમે તેને પૂરી કરવા માટે હાથ અથવા પગ વડે ઘસડાઈને ચાલીને આવવું પડતું, તો પણ આવતા. અને ખરેખર પહેલી સફ ઈમામની નજીક હોવાના કારણે, ફરિશ્તાઓની સફની માફક છે;કારણકે તેમની પણ પહેલી સફ અલ્લાહની નજીક હોય છે, અને જો મોમિનો પહેલી સફની મહત્ત્વતા જાણી લેતા, તો તેને પ્રાપ્ત કરવા માટે હરીફાઈ કરતાં, અને એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે પઢવામાં આવેલ નમાઝ તેના એકલા નમાઝ કરતાં સવાબ અને વધુ અસરકારક છે, અને તેની બે વ્યક્તિઓ સાથે પઢેલ નમાઝ એક વ્યક્તિ સાથે પઢેલ નમાઝ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને જે નમાઝમાં મુસ્લીઓ વધારે હોય, તે નમાઝ અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ અને પ્રિય હોય છે.

فوائد الحديث

મસ્જિદના ઈમામ માટે જાઈઝ (યોગ્ય) છે કે તે પોતાની પાછળ નમાઝ પઢવાવાળા લોકોની સ્થિતિ વિષે જાણે, અને જો કોઈ ગેરહાજર હોય તો તેમના વિષે સવાલ પણ કરી શકે છે.

જમાઅત સાથે નમાઝની પાબંદી કરવી, ખાસ કરીને ફજર અને ઈશાની જમાઅત સાથે નમાઝ પઢવી તે ઈમાનની નિશાની છે.

ઈશા અને ફજરની નમાઝનો સવાબ મહાન છે; કારણકે તે બંને નમાઝમાં હાજરી આપતી વખતે માનવી પોતાના નફ્સ સાથે લડે છે, અને અલ્લાહના અનુસરણ કરવામાં અડગ રહે છે, તેથી તે બન્ને નમાઝનો બદલો અને સવાબ અન્ય નમાઝ કરતાં વધુ અને મહાન છે.

બે અથવા વધુ લોકો સાથે પઢવામાં આવતી નમાઝને જમાઅતની નમાઝ કહે છે.

પહેલી સફની મહત્ત્વતાનું વર્ણન અને તેમાં આગળ રહેવા પર પ્રોત્સાહન.

એક થી વધુ લોકો સાથે પઢેલી નમાઝની મહત્ત્વતા; કારણકે જેટલા લોકો વધારે હશે તેટલો સવાબ વધુ મળશે.

સત્કાર્યો પોતાની મહત્ત્વતામાં અલગ અલગ હોય છે, શરીઅતે વર્ણન કરેલ મહત્ત્વતાના કારણે, અને તેની અલગ અલગ ખાસ સ્થિતિઓ હોય છે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ