એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ…

એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક યુદ્ધમાં એક સ્ત્રીની લાશ જોઈ, તો સ્ત્રીઓ અને નાના બાળકો, જે હજુ પુખ્તવય સુધી ન પહોંચ્યા હોય તેમની હત્યા કરવાથી રોક્યા.

فوائد الحديث

સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ તેમજ જોગીઓ જેઓ લડતા નથી તેમની સાથે યુદ્ધ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ લોકો મુસલમાનો વિરુદ્ધ કોઈ અભિપ્રાય કે મદદ ન કરે, જો તેઓ પણ મુસલમાનો વિરુદ્ધ ભાગીદાર હશે તો તેમની પણ હત્યા કરવામાં આવશે.

સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા પર રોક લગાવી છે; કારણકે આ લોકો મુસલમાન સાથે લડતા નથી, અલ્લાહના માર્ગમાં જિહાદનો હેતુ ફક્ત યોદ્ધાઓની તાકાતને તોડવી છે; જેથી કરીને સાચી દઅવત (આમંત્રણ) દરેક લોકો સુધી પહોંચે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કરુણા અહીં સુધી કે યુદ્ધો અને છાવણીઓમાં પણ.

التصنيفات

જિહાદ કરવા માટેના આદાબ