મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ…

મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા

ઉમ્મુલ્ મુઅમિનીન્ આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કદાપિ એવું હસવામાં અતિશયોક્તિ નહતા કરતા કે તેમનું તાળવુ દેખાવા લાગે, અને તે ગળા ઉપરના ભાગમાં રહેલા માસને કહે છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે કોઈ વસ્તુથી રાજી થતાં અથવા ખુશ થતાં તો સ્મિત કરતાં.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: (આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું:) મેં ક્યારે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખિલખીલાવીને હસતાં નથી જોયા, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે સ્મિત કરતાં હતા.

અતિશય અને જોર જોરથી અવાજ કાઢીને હંસવું, તે નેક લોકોના ગુણો માંથી નથી.

અતિશય હાસ્ય માનવીને તેના સાથો દરમિયાન તેની પ્રતિષ્ઠા અને સન્માનને નુકસાન પહોંચાડે છે.

التصنيفات

આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનું હસવું