અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને…

અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે

ઝૈનબ બિનતે જહશ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ઘરે આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ જ પરેશાન હતા અને કહી રહ્યા હતા: «અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે» અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અંગૂઠો અને તેની બાજુની આંગળીથી ગોળ આકાર બનાવી બતાવ્યું, ઝૈનબ બિન્તે જહશે રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! અમને પણ નષ્ટ કરવામાં આવશે જ્યારે કે અમારી વચ્ચે નેક લોકો પણ હશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, જ્યારે ગુનાહ વધી જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝૈનબ બિન્તે જહશ રઝી અલ્લાહુ અન્હા પાસે સખત પરેશાનીની સ્થિતિમાં આવ્યા અને કહવા લાગ્યા: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે વસ્તુ તરફ ઈશારો કરતા કે કંઈક ભયજનક થવાનું છે, તેનાથી છુટકારો મળી શકે તેમ નથી, પરંતુ અલ્લાહથી દુઆ કરીએ તો શક્ય છે, પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અરબના લોકો માટે તે બુરાઈના કારણે નષ્ટતા છે, આજ રોજ યાજૂજ માજૂજની દીવાલમાં આટલો છેદ થઈ ગયો છે, આ તે દીવાલ છે, જે ઝૂલ કરનૈનએ બનાવી હતી, અને અંગુઠા તેમજ તેની બાજુની આંગળી ભેગી કરી ગોળ આકાર બનાવી બતાવ્યું, ઝૈનબ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: અલ્લાહ અમારા પર નષ્ટતા કંઈ રીતે નાખી શકે છે જ્યારે કે અમારી વચ્ચે મોમિન અને નેક લોકો પણ હશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે વિદ્રોહ, અવજ્ઞા, દુરાચાર, વ્યાભિચાર, શરાબ જેવા પાપો વધી જશે, તો નષ્ટતા દરેક લોકો માટે સામાન્ય બની જશે.

فوائد الحديث

ગભરાહટ મોમિનના હૃદયને અલ્લાહના ઝિકરથી વિચલિત કરતું નથી; કારણ કે અલ્લાહના ઝિકરમાં હૃદયને શાંતિ મળે છે.

ગુનાહથી બચવા અને તેમાં સપડાવવાથી રોક્યા છે.

સામાન્ય વિનાશ મોટી સંખ્યામાં ગુનાહ, તેમના ફેલાવ અને તેને ન રોકવાના કારણે થાય છે, ભલે તેમની વચ્ચે ઘણા સદાચારી લોકો રહેતા હોય.

સારા અને ખરાબ બન્ને લોકો પર મુસીબતો આવે છે, પરંતુ તેઓને તેમની નિયત પ્રમાણે ઉઠાડવામાં આવશે.

આ શબ્દો અરબ માટે ખાસ કહેવામાં આવ્યા છે: અરબના લોકો માટે તે બુરાઈના કારણે નષ્ટતા નજીક આવી ગઈ' કારણકે તે સમયે ત્યાં લોકોએ ઇસ્લામ વધુ પ્રમાણમાં કબૂલ કર્યો હતો.

التصنيفات

કયામતની નિશાનીઓ, લગ્ન અને ઘરવાળાઓ સાથે જીવન પસાર કરવામાં આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો તરીકો