જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનો તરીકો

જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનો તરીકો

ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનું પાણી મૂક્યું, અને કપડાં વડે પડદો કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના હાથ પણ પાણી નાખી તેને ધોયા, ફરી પોતાના જમણા હાથ વડે ડાબા હાથમાં પાણી નાખી પોતાના ગુપ્તાંગને સાફ કર્યા, ફરી પોતાના હાથને જમીન પર માર્યા અને ઘસ્યા, ફરી તેને ધોયા, ફરી કોગળા કર્યા, અને નાક સાફ કર્યું, ફરી પોતાના ચહેરો ધોયો અને પોતાના હાથ કોળી સુધી ધોયા, ફરી પોતાના માથા અને સંપૂર્ણ શરીર પણ પાણી નાખ્યું, ફરી સ્નાન કરવાની જગ્યાએથી દૂર થઈ ઊભા થયા અને પોતાના બંને પગ ધોયા, ફરી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે એક કપડું લઈને આવી, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે કપડું ન લીધું અને પોતાના હાથ વડે પાણી સાફ કરવા લાગ્યા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીશમાં ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના જનાબતના ગુસલ (સ્નાન) કરવાનો તરીકા વિજણાવી રહ્યા છે, કે મેં તેમના માટે પાણી મૂક્યું, અને એક કપડાં વડે પડદો કર્યો, (જેથી તે ગુસલ (સ્નાન) કરે), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ નીચે પ્રમાણેના કાર્યો કર્યા: પહેલું: બંને હાથને વાસણમાં નાખતા પહેલા તેના પર પાણી નાખી તેને ધોયા. બીજું: ફરી જમણા હાથ વડે પોતાના ડાબા હાથ પર પાણી નાખી પોતાના ગુપ્તાંગને ધોયા, જેથી જનાબતના કારણે જે ગંદકી લાગેલી છે તે સાફ થઈ જાય. ત્રીજું: ફરી પોતાના હાથ જમીન પર મારી તેને ઘસ્યા અને ગંદકી દૂર કરવા તેને ધોયા. ચોથું: મઝમઝહ કર્યો; એટલે કે મોઢામાં પાણી નાખી કોગળા કર્યા, ફરી ઇસ્તિનશાક કર્યું, તે એ કે નાકમાં પાણી નાખી તેને આંગળી વડે સાફ કરી બહાર કાઢ્યું જેથી નાક સાફ થઈ જાય. પાંચમું: પોતાનો ચહેરો અને હાથ કોળી સુધી ધોયા. છઠ્ઠુ: પોતાના માથા પર પાણી નાખ્યું. સાતમું: બાકી રહેલા સંપૂર્ણ શરીર પર પાણી નાખ્યું. આઠમું: જગ્યા બદલી ઊભા થઈ પોતાના બંને પગ ધોયા, જેને પહેલા ધોયા ન હતા. ફરી મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાણીને સાફ કરવા માટે એક કપડું લઈને આવ્યા, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે ન લીધું, અને પોતાના શરીર પર લાગેલા પાણીને પોતાના હાથ વડે સાફ કરવા લાગ્યા.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પવિત્ર પત્નીઓ કોમને શીખવાડવા માટે તેમના જીવનને લગતી દરેક નાની નાની બાબતો પણ વર્ણન કરી દીધી.

આ સંપૂર્ણ જનાબતના ગુસલ (સ્નાન) નો તરીકો તે તરીકા માંથી છે, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા સાબિત છે, અને મોઢું અને નાક સાફ કરવાની સાથે સાથે સંપૂર્ણ શરીરી પણ પાણી નાખવું.

સ્નાન અને વઝૂ કર્યા પછી શરીરને એમ જ સુકવવા માટે છોડી દેવું જાઈઝ છે.

التصنيفات

ગુસલ (સ્નાન)