إعدادات العرض
શું હું તમને જન્નતી લોકો વિષે ન જણાવું? દરેક કમજોર, જેમને કમજોર સમજવામાં આવે છે, જો તે અલ્લાહ માટે કોઈ કસમ ખાઈ લે, તો…
શું હું તમને જન્નતી લોકો વિષે ન જણાવું? દરેક કમજોર, જેમને કમજોર સમજવામાં આવે છે, જો તે અલ્લાહ માટે કોઈ કસમ ખાઈ લે, તો અલ્લાહ તેને પૂરી કરે છે, શું હું તમને જહન્નમી લોકો વિષે ન જણાવું? તે દરેક ઉગ્રવાદી, બળવાખોર, કંજૂસ અને ઘમંડી જહન્નમી છે
હારિષહ બિન વહબ અલ્ ખુઝાઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «શું હું તમને જન્નતી લોકો વિષે ન જણાવું? દરેક કમજોર, જેમને કમજોર સમજવામાં આવે છે, જો તે અલ્લાહ માટે કોઈ કસમ ખાઈ લે, તો અલ્લાહ તેને પૂરી કરે છે, શું હું તમને જહન્નમી લોકો વિષે ન જણાવું? તે દરેક ઉગ્રવાદી, બળવાખોર, કંજૂસ અને ઘમંડી જહન્નમી છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog ئۇيغۇرچە Hausa Kurdî Kiswahili Português සිංහල Русский Nederlands Tiếng Việt অসমীয়া አማርኛ پښتو ไทย മലയാളം नेपालीالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જન્નતી લોકો અને જહન્નમી લોકોના કેટલાક ગુણો વર્ણન કર્યા છે. જન્નતી લોકોમાં વધારે સંખ્યા તે લોકોની હશે: "જે કમજોર લોકો છે, જેમને કમજોર સમજવામાં આવે છે" અર્થાત્: અલ્લાહ સમક્ષ આજીજી અને વિનમ્રતા કરનાર, અહીં સુહિ કે અલ્લાહ સમક્ષ પોતાને પણ અપમાનિત ન કરી દે, અને કેટલાક લોકો તેને નબળા અને ધિક્કારપાત્ર સમજતા હોય, અને જો આ વિનમ્રતા અલ્લાહ માટે હોય અને જો તેઓ અલ્લાહ માટે કોઈ કસમ (સોગંદ) ખાઈ લે તો અલ્લાહ તેની ઇઝ્ઝત રાખશે, અને તેણે જે સોગંદ લીધા છે તેને પૂરા કરશે, અને તેની માંગ અને દુઆને પણ કબૂલ કરશે. અને જહન્નમી લોકોમાં વધારે લોકોની સંખ્યા તેમની હશે: જે «ઉગ્રવાદી» અર્થાત્ સખત ઝઘડો કરનાર અને સખતી કરનાર હોય, અથવા વિદ્રોહી, જેની પાસે કોઈ ભલાઈની આશા ન રખાય, «અહંકારી» ઘમંડ કરનાર, કૃતઘ્ની, જેનું શરીર મોટું હોય, અને તેની ચાલમાં અહંકાર હોય અને ખરાબ વ્યવહારનો હોય, «ઘમંડી» જે સત્યને ન અપનાવે અને તેને ધિક્કારી દે.فوائد الحديث
જન્નતી લોકોના ગુણો અપનાવવા પર ઉભાર્યા છે, અને જહન્નમી લોકોના ગુણો અપનાવવાથી સચેત કર્યા છે.
અલ્લાહ માટે વિનમ્રતા અપનાવવી, તેના આદેશો અને પ્રતિબંધો સામે નમી જવું, અને લોકો સમક્ષ સમક્ષ ઘમંડ ન કરવું.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: તેનો અર્થ એ કે જન્નતમાં વર્ણવેલ લોકોની સંખ્યા વધુ હશે, જેવું કે જહન્નમમાં વર્ણવેલ બીજા પ્રકારના લોકોની સંખ્યા વધારે હશે, અને તેનો અર્થ એ નથી કે તે બંને પર જુલમ કરવામાં આવશે.
التصنيفات
આખિરતનું જીવન