મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્…

મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે

સુલૈમાન બિન સુરદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠો હતો, અને નજીકમાં જ બે લોકો એકબીજાને ગાળો આપી રહ્યા હતા, તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો, અને તેની નસો ફૂલી ગઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે» તો લોકોએ તેને કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે ધૃતકારેલ શૈતાનથી પનાહ માંગો», તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

બે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ એકબીજા સાથે લડી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા, તો તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો અને તેના ગળાની રગો ફૂલવા લાગી. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું એક એવો કલીમો જાણું છે જે ગુસ્સાવાળો વ્યક્તિ કહે તો તેનો ગુસ્સો દૂર થઈ જશે, જો તે કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી). તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને કહ્યું: અલ્લાહ પાસે શૈતાનથી પનાહ માંગો. તો તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?! તે સમજતો હતો કે પાગલ વ્યક્તિ જ શૈતાનથી પનાહ માંગે છે.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની લોકોને કોઈ પણ કારણે શિક્ષા અને શિખામણ આપવાની ઉત્સુકતા.

ગુસ્સો શૈતાન તરફથી હોય છે.

ધૃતકારેલા શૈતાનથી અલ્લાહ પાસે પનાહ માંગવાનો આદેશ, અલ્લાહ તઆલાએ કહ્યું: (અને જો તમને કોઇ ખરાબ વિચાર શેતાન તરફથી આવવા લાગે તો, અલ્લાહનું શરણ માંગી લો, નિ:શંક તે દરેક વસ્તુને સાંભળવાવાળો અને સારી રીતે જાણવવાળો છે.) સંપૂર્ણ આયત.

ગાળો અને મહેણાં ટોણા વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી છે, અને તેના જેવી બાબતોથી બચવું જોઈએ, કારણેકે તેના દ્વારા લોકો વચ્ચે ફસાદ ફેલાઈ છે.

ભલામણની વાતને તે વ્યક્તિ માટે નકલ કરવી જેણે સાંભળી ન હોય જાઈઝ છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગુસ્સાથી સચેત કર્યા છે; કારણકે તે દુષ્ટતા અને તેને ફેલાવવાનું એક કારણ છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારે પણ ગુસ્સે થયા ન હતા, પરંતુ જ્યારે અલ્લાહના આદેશોનું ઉલંઘન થાય, ત્યારે ગુસ્સે થતાં, અને તે સમયે ગુસ્સે થવું યોગ્ય પણ છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: શું તમને હું પાગલ લાગું છું, આ કહેવા વાળો વ્યક્તિ શક્ય છે કે તે મુનાફિક હોય અથવા કોઈ સખત ગામડિયો હશે.

التصنيفات

નિંદનીય અખલાક, કોઈ પણ પરિસ્થિતિ વખતે પઢવાની દુઆ