મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે

મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે

ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ કહ્યું કે પિલુડીના ઝાડ વગેરેની ડાળી વડે દાંત સાફ કરવાથી મોઢું ગંદકી અને દુર્ગંધથી સાફ થાય છે. અને તે પણ જણાવ્યું કે બંદાને અલ્લાહની પ્રસંનતા પ્રાપ્ત થાય છે; કારણ કે તે અલ્લાહના આદેશનું પાલન અને બીજું એ કે તે સ્વચ્છતાનું કારણ છે, જે અલ્લાહને પસંદ છે.

فوائد الحديث

આ હદીષ દ્વારા મિસ્વાક (દાંતણ) કરવાની મહત્વતા અને નબી ﷺ દ્વારા પોતાની ઉમ્મતને વધુમાં વધુ મિસ્વાક કરવા પ્રત્યે પ્રોત્સાહન વર્ણન કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ એ છે કે મિસ્વાક (દાંતણ) પીળુંડીના વૃક્ષની લાકડી વડે કરવું જોઈએ, તેના બદલે બ્રશ અને ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.

التصنيفات

પ્રાકૃતિક સુન્નતો