ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે

ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે

અબ્દુલ્લાહ બિન્ ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને આપે સદકા વિશે વર્ણન કર્યું અને લોકો સામે હાથ ફેલાવવા બાબતે કહ્યું: «ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે, ઉપર વાળો હાથ: ખર્ચ કરવાવાળો હાથ છે અને નીચે વાળો હાથ: માંગવાવાળો હાથ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મિમ્બર પર સદકા વિશે પ્રોત્સાહન તેમજ (ભીખ) માંગવાથી બચવા બાબતે ખુતબો આપતા કહ્યું: ઉપર વાળો હાથ અર્થાત્ ખર્ચ કરવાવાળો અને આપવવાળો હાથ નીચે વાળા હાથ અર્થાત્ માંગવાવાળા હાથ કરતા વધુ શ્રેષ્ઠ છે.

فوائد الحديث

આ હદીષમાં સારા હેતુઓમાં ખર્ચ કરવા પ્રત્યે પ્રોત્સાહન અને ભીખ માંગવાની નિંદા કરવામાં આવી છે.

આ હદીષ લોકો પાસે ભીખ માંગવાથી દૂર રહેવા તેમજ આત્મનિર્ભર બનવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તેમજ ઉચ્ચ કાર્યો અપનાવવા અને તુચ્છ કાર્યો છોડવા પર પ્રેરિત કરવામાં આવતા છે, કારણકે અલ્લાહ ઉચ્ચ કાર્યોને પસંદ કરે છે.

મહત્ત્વતા રૂપે હાથના ચાર પ્રકાર છે, જે નીચે મુજબ છે: સૌથી ઊંચો તે છે, જે આપે છે, બીજો તે છે, જે લેવાનું ટાળે છે, ત્રીજો તે છે જે માંગ્યા વિના લે છે, અને ચોથો તે છે, જે માંગે છે.

التصنيفات

નફીલ કરવામાં આવતો સદકો, અન્ નફકાતુ