નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે રાત્રે સૂઈ ગયો અહી સુધી સૂરજ ઊગતા સુધી સૂતો રહ્યો અને ફજરની ફરજ નમાઝ માટે પણ ન ઉઠ્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ તે વ્યક્તિ છે, જેના કાનમાં શૈતાને પેશાબ કરી છે.

فوائد الحديث

રાતની નમાઝ (તહજ્જુદ) છોડવી યોગ્ય નથી, અને તેનું કારણ શૈતાન છે.

તે શૈતાનથી બચો, જે માનવીના માર્ગમાં બેસી માનવીને પરેશાન કરે છે, જેથી તે અલ્લાહનું અનુસરણ કરવાથી તેને રોકી શકે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ વાત: (તે નમાઝ પઢવા માટે પણ ન ઉઠ્યો), તેનો અર્થ સામાન્ય છે, અને તેમાં વચન પણ શામેલ છે, અને તેનો અર્થ રાતની નમાઝ અથવા ફર્ઝ નમાઝ છે.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: અહીંયા કાનનો વર્ણન કરવામાં આવ્યું, ભલેને આંખ નિંદ્રા માટે વધુ મહત્વનો ભાગ ભજવે છે, અને ભારે ઊંઘને દર્શાવે છે, અને કાન ધ્યાનનો સ્ત્રોત છે, અને પેશાબનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો; કારણકે તે ખાલી જગ્યા અને રગોમાં ઉતરવામાં સરળ હોય છે, અને તે દરેક અંગમાં આળસ પેદા કરે છે.

التصنيفات

નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ