દીન નસીહત (શુભચિંતન) નું નામ છે

દીન નસીહત (શુભચિંતન) નું નામ છે

તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, નબી ﷺ એ કહ્યું: «દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ઇસ્લામ દીન ઇખલાસ (નિખાલસતા) અને સત્યતા પર કાયમ છે, માટે દરેક કામ તે પ્રમાણે જ કરવું જોઈએ, જેવી રીતે અલ્લાહ તઆલા એ આદેશ આપ્યો છે, કોઈ પણ આળસ અથવા ધોખો આપ્યા વગર. નબી ﷺને પૂછવામાં આવ્યું કે: કોના માટે દીન નસીહત (શુભચિંતન) નું માધ્યમ છે, તો નબી ﷺ એ જવાબ આપ્યો: પહેલું: પવિત્ર અલ્લાહ તઆલા માટે: તેનો અર્થ એ કે અમલ ઇખલાસ સાથે કરવામાં આવે, શિર્કથી બચીને, અને એ કે આપણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ન બનાવીએ અને તેના પાલનહાર હોવા અને પૂજ્ય હોવા પર તેમજ તેના નામો અને ગુણો પર ઈમાન રાખી, તેના આદેશોનું સન્માન કરીએ અને લોકોને ઈમાન તરફ બોલાવવા. બીજું: તેની કિતાબ પવિત્ર કુરઆન, નસીહતનું માધ્યમ છે: આપણો અકીદો છે કે તે અલ્લાહનું કલામ (શબ્દો) તથા તેની ઉતારેલી અંતિમ કિતાબ છે, અને તેના દ્વારા પાછળની દરેક શરીઅત મન્સુખ (રદ) કરવામાં આવી છે, આપણે તેની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, અને તેની તિલાવત કરવાના હક સાથે તિલાવત કરીએ છીએ, અને તેના મોહકમ (સ્પસ્ટ અર્થ વાળા) આદેશો પ્રમાણે અમલ કરીએ છીએ, અને મુતશાબિહ (અસ્પસ્ટ અર્થ વાળી) આયતોનો પણ સ્વીકાર કરીએ છીએ, અને અમે તેમાં ખોટા અર્થઘટન કરનારાઓથી તેની સુરક્ષા કરીએ છીએ, તેની શિખામણ પર સંપૂર્ણ ભરોસો કરીએ છીએ, તેના જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ, અને લોકોને તેની તરફ બોલાવીએ છીએ. ત્રીજું: અલ્લાહના રસૂલ ﷺ નું માટે શુભચિંતન હોવું : અર્થાત્ અમે અકીદો રાખીએ છીએ કે આપ ﷺ અંતિમ પયગંબર છે, જે કઈ આપ લઈને આવ્યો છે તેની પુષ્ટિ કરીએ છીએ, આપના આદેશોનો સ્વીકાર કરીએ છીએ, આપે રોકેલા કાર્યોથી બચીએ છીએ, જે કઈ તમે લઈને આવ્યા છો, ફક્ત અલ્લાહ માટે અમે ઈબાદત કરીએ છીએ, તેમના અધિકારનું સન્માન કરીએ છીએ, તેમની ઇઝઝત કરીએ છીએ, અમે તેમના આદેશોનો પ્રચાર કરીએ છીએ, તેમની શરીઅતને ફેલાવીએ છીએ, અને તેમના પર મુકવામાં આવતા આરોપનો સખત વિરોધ કરીએ છીએ. ચોથું: મુસલમાનોના આગેવાનો તથા આલિમોનું શુભચિંતન હોવું: તેમની સત્ય વાતો પર મદદ કરવી, તેમના વિરુદ્ધ વિદ્રોહ કરવાથી બચવું, અને અલ્લાહના અનુસરણ પ્રમાણે તેમની વાતો સાંભળવામાં આવે અને તેનું અનુસરણ કરવામાં આવે. પાંચમું: મુસલમાનો માટે નસીહત: તેમના પર ઉપકાર કરવો, તેમને દાવત આપવી, તેમને તકલીફ આપવાથી બચવું જોઈએ, તેમના માટે ભલાઈના કામોમાં મોહબ્બત કરવી, અને નેકી અને તકવા પર તેમની મદદ કરવી.

فوائد الحديث

નસીહત અને ખેરખાહી (શુભચિંતન) નો આદેશ.

દીનમાં નસીહતની ઉચ્ચ મહત્ત્વતા.

દીનમાં અકીદાની વ્યાખ્યામાં, વાતો અને અમલ કરવો, બન્નેનો સમાવેશ થાય છે.

નસીહત કરવાનો અર્થ એ કે જેને નસીહત કરવામાં આવી રહી છે તેને ધોખો આપવાથી બચવું જોઈએ, અને તેના માટે ભલાઈનો ઈરાદો રાખવો જોઈએ.

આપ ﷺ નો નસીહત કરવાનો શ્રેષ્ઠ અંદાજ કે આપ ﷺ કોઈ વાત ટૂંકમાં વર્ણન કર્યા પછી તેને વિસ્તારથી સમજાવતા હતા.

જો પહેલા અગત્યની વાત હોય તો તેને પહેલા વર્ણન કરવામાં આવે, એવી રીતે જે વાત જેટલી અગત્યની હોઈ તેને તેના ક્રમ પ્રમાણે વર્ણન કરવામાં આવશે, જેવું કે આપ ﷺ એ દીન બાબતે આદેશ આપતા પહેલા અલ્લાહ માટે, તેની કિતાબ માટે, તેના પયગંબર માટે પછી મુસલમાનોના આગેવાન માટે અને પછી સામાન્ય લોકો માટે ખેરખાહીનું નામ છે.

التصنيفات

પબ્લિક પર ઇમામના અધિકાર