إعدادات العرض
લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે
લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français ئۇيغۇرچە Hausa Português Kurdî සිංහල Русский Tiếng Việt Kiswahili অসমীয়াالشرح
નબી ﷺએ જણાવ્યું કે લોકો સતત ભલાઈના માર્ગમાં રહેશે, જ્યાં સુધી તેઓ સૂર્યાસ્ત થયા પછી તરત જ ઇફતારી કરી લેશે, સુન્નત પણ અમલ કરતા અને શરીઅતે વર્ણવેલ હદ કાયમ કરતા.فوائد الحديث
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં સૂર્યાસ્ત પછી તરત જ ઇફતારી કરી લેવા પર ઉભાર્યા છે, તેનો અર્થ એ કે ઉમ્મતની દરેક બાબતમાં ભલાઈ રહેશે, જ્યાં સુધી તેઓ સુન્નતની હિફાજત કરશે, જો તેઓ ઇફતારી કરવામાં વિલંબ કરશે, તો તે તેમની ફસાદમાં સપડાઈ જવાની નિશાની છે.
લોકો વચ્ચે ભલાઈ કાયમ રહેવાનું એક સ્ત્રોત સુન્નતનું અનુસરણ છે અને ફસાદ ફેલાવવાનું કારણ સુન્નતનો વિરોધ છે.
અહલે કિતાબ અને બિદઅતી લોકોનો વિરોધ કરવો, કારણકે તેઓ ઇફતારી કરવામાં વિલંબ કરે છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં તેનું કારણ વર્ણન થયું છે, ઈમામ મુહલ્લબ રહિમહુલ્લાહએ કહ્યું: દિવસને રાત સાથે ભેગું કરવામાં ન આવે, કારણકે તે રોજદાર માટે વધુ સરળ છે, આલિમો એ વાત પર એકમત છે કે ચાંદ જોવાની ખબર કાતો ચાંદ જોઈને ખાતરી કરવામાં આવે અથવા બે સાક્ષીઓની મદદથી પણ અથવા એક ન્યાયી વ્યક્તિની સાક્ષી ચાલશે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ચેતવણી: જે બિદઅતો આજના સમયે લોકોમાં સામાન્ય થઈ ગઈ છે, તેમાંથી એક એ કે રમઝાનમાં તુલુઅ ફજરના લગભગ પોણો કલાક પહેલા અઝાન કહેવી, એવી જ રીતે લાઈટના કલર વડે બતાવવામાં આવે કે હવે ખાવા પીવાથી રુકી જાઓ, આવું એટલા માટે કે ઈબાદતમાં ધ્યાન આપવા ખાતર, જો કે ઘણા લોકો આ બાબતે જાણતા નથી, આના કારણે તેઓ ત્યાં સુધી પહોંચી ગયા કે સૂર્યાસ્ત સુધી અઝાન ન આપવાનું નક્કી કર્યું, અને તેઓ સુન્નત વિરુદ્ધ સહરીમાં ઉતાવળ કરવા લાગ્યા અને ઇફતારી કરવામાં વિલંબ કરવા લાગ્યા, તેથી ભલાઈ ઓછી થઈ ગઈ અને બુરાઈ વધી ગઈ, અલ્લાહ જ આપણી મદદ કરનાર છે.
التصنيفات
રોઝાની સુન્નતો