જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર…

જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે કેટલીક હાંડીઓ લાવવામાં આવી, જેમાં શાક બનાવેલું હતું , આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની ખુશ્બુ આવી તો તેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પૂછ્યું: આ હાંડીઓને મારા કોઈ સહાબીની નજીક લઈ જાઓ, જ્યારે તે હાંડીઓ તેમની નજીક લઈ જવામાં આવી, તો તેમણે પણ તેને નાપસંદ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને ખાઈ લો એટલા માટે કે હું તે લોકોથી વાત કરું છું, જેની સાથે તમે નથી કરતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ મસ્જિદમાં આવવાથી રોક્યા છે, જેથી કરીને જે જમાઅત સાથે નમાઝ પઢનાર ભાઈઓને તેની દુર્ગંધથી તકલીફ ન પહોંચે, મસ્જિદમાં આવવા પર રોક તન્ઝીહી (અર્થાત્ ન આવો તો સારું) ગણવામાં આવશે, તેના ખાવા પર રોક નથી કારણકે તે બન્ને તો હલાલ વસ્તુ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે શાક બનાવેલી હાંડી લાવવામાં આવી, જ્યારે આપને ખબર પડી કે અંદર શું નાખ્યું છે તો આપ ખાવાથી રુકી ગયા અને તેને સહાબાઓની નજીક કરી દીધી, પરંતુ સહાબાઓએ પણ આપનું અનુસરણ કરતા તેને ખાવાને નાપસંદ કર્યું, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખાઓ! મારી પાસે ફરિશ્તા વહી લઈને આવે છે અને વાતચીત કરે છે. અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ફરિશ્તાઓને પણ તે વસ્તુની દુર્ગંધથી તકલીફ થાય છે, જેનાથી માનવીઓને તકલીફ થતી હોય છે.

فوائد الحديث

જે વ્યક્તિ કાચું લસણ, કાચું ડુંગળી અને લીલી ડુંગળી ખાઈ તેના માટે મસ્જિદમાં આવવા પર રોક લગાવી છે.

તે દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાંથી દુર્ગંધ આવતી હોય અને જેના કારણે નમાઝ પઢનારને તકલીફ થતી હોય, જેવું કે બીડી સિગરેટ અને તંબાકુ જેવી વસ્તુઓ.

જે રોક લગાવવામાં આવી છે, તે તેની દુર્ગંધના કારણે, જો વારંવાર સારી રીતે પકાવવાથી અથવા અન્ય રીતે તેની દુર્ગંધ ખતમ કરવામાં આવે તો આ જે રોક છે, તે હટી જશે.

આ જે રોક લગાવી છે, તે વ્યક્તિ માટે જે મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢતો હોય અને મસ્જિદમાં હાજરી આપતો હોય, જે વ્યક્તિ આ બધી વસ્તુ નમાઝમાં હાજરી ન આપવા માટે બહાનારૂપે ઉપયોગ કરે તો તેના માટે હરામ છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લસણ જેવી વસ્તુઓ ખાવાથી પરહેજ કર્યો એટલા માટે નહીં કે તે હરામ છે, પરંતુ એટલા માટે કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહી લઈ આવતા હતા.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષા આપવાનો ઉત્તમ તરીકો, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ સાથે તેને લગતું કારણ પણ વર્ણન કર્યું, જેથી સાંભળનાર તેની હિકમત સારી રીતે જાણી શકે.

ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમોએ ઉપરોક્ત આદેશનો સબંધ, મસ્જિદમાં નમાઝ સિવાય અન્ય તે દરેક જગ્યાઓ પર કર્યો છે, જ્યાં જમાઅત થતી હોય, જેવું કે ઈદની નમાઝ, જનાઝાની નમાઝ વગેરે, તેમજ આ વાત ઇલ્મી મજલીસ, ઝિક્ર અને વલીમામાં પણ લાગુ પડે છે, હા, બજાર વગેરે જેવી જગ્યાનો સમાવેશ થતો નથી.

આલિમોએ કહ્યું: આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે કાચા લસણ જેવી વસ્તુઓ ખાઈને મસ્જિદમાં આવી શકતા નથી, ભલેને મસ્જિદ ખાલી હોય, કારણકે તે ફરિશ્તાઓની જગ્યા છે, હદીષના સામાન્ય અર્થથી આ વાત સાબિત થાય છે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ