મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે

મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાન ભાઈને ગાળો આપવાથી તેમજ અપશબ્દો કહેવાથી રોક્યા છે, અને તે ગુનોહ છે, તેના કારણે માનવી અલ્લાહ અને તેના રસૂલના અનુસરણ કરવાથી બહાર થઈ જશે, અને એક મુસલમાન ભાઈને કતલ કરવું કુફ્રના કાર્યો માંથી ગણાશે, પરંતુ તે કુફ્રે અસ્ગર છે.

فوائد الحديث

એક મુસલમાન ભાઈની ઇઝ્ઝત કરવી જરૂરી છે.

તે વ્યક્તિની દશા ખૂબ જ ભયંકર થશે, જે કોઈ મુસલમાનનું અયોગ્ય અપમાન કરે અને અયોગ્ય રીતે ગાળો આપે, તે ગુનેગાર છે.

એક મુસલમાનને ગાળો આપવી અને તેને કતલ કરવું ઇમાનના કમજોર હોવામાં કારણે અને તેમાં કમી હોવાના કારણે છે.

કેટલાક અમલને કુફ્ર કહેવામાં આવ્યું છે, જો કે તે કુફ્રે અકબર નથી, જેના કારણે ઇસ્લામ માંથી જ નીકળી જવાશે.

અહીંયા કુફ્રનો અર્થ કુફ્રે અસ્ગર છે, એહલે સુન્નતની સંમતિ પ્રમાણે તે ઇસ્લામ માંથી નીકળતો નથી; કારણકે અલ્લાહ તઆલાએ યુદ્ધ અને તકરાર વખતે મોમિનો માટે ઇમાની ભાઈચારો સાબિત કર્યો છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો,) અહીંથી લઈને કે (મોમિન તો સૌ એકબીજાના ભાઈ છે,) અહીં સુધી.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, નિંદનીય અખલાક