إعدادات العرض
યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી
યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પોતાની અંતિમ સમયની બીમારી અર્થાત્ મરણ પથારી પર હતા, જેના પછી ક્યારેય ઊભા ન થયા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી», આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જો આ વાત ન કહી હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પણ ખુલ્લી રાખવામાં આવતી, પરંતુ ભય એ વાતનો છે કે લોકો તેને પણ સિજદો કરવાની જગ્યા ન બનાવી લે.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili አማርኛ සිංහල ไทย Wolof Magyar ქართულიالشرح
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહી છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુની નજીક સખત બીમારીની સ્થિતિમાં કહી રહ્યા હતા: યહૂદી અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય, અને તે લોકો અલ્લાહની રહમતથી દૂર થાય, કારણકે તે લોકોએ પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી લીધું, તેમની કબરો પર ચળતર કરી અથવા તેમનાથી દુઆ કરી કરવામાં આવે છે. આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ આદેશ અને રોક ન હોત અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરને લોકો યહૂદી અને નસ્રાની લોકોની માફક ન કરતા તો તેમની કબર જાહેરમાં રાખતા.فوائد الحديث
તેમની છેલ્લી વસીયતો માંથી એક છે, જે તેનો ખ્યાલ રાખવો તરફ ઈશારો કરે છે.
કબરોને સિજદો કરવાની જગ્યા બનાવવી તેમજ જનાઝાની નમાઝ સિવાય અન્ય નમાઝ પઢવા પર સખત રોક લગાવવામાં આવી છે, આ દરેક વસ્તુ મૃતકની ઇઝ્ઝત, તેની કબરનો તવાફ તેના કિનારોને સ્પર્શ કરવા અને ત્યાં તેમનું નામ લેવું શિર્ક અને તેના સ્ત્રોત માંથી છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ધ્યાનપૂર્વક તૌહીદનું ધ્યાન કરવું અને તેની ચિંતા કરવી અને કબરની મહાનતાનો ભય કે તે શિર્ક તરફ લઈ જાય છે.
અલ્લાહ તઆલાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની કબરને શિર્કથી સુરક્ષિત રાખી, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને અને તેમના પછી આવનાર લોકોને આદેશ આપ્યો કે તેઓ તેમની કબરને જાહેર કરવાથી બચાવીને રાખે.
સહાબા રઝી અલ્લાહુ અન્હુમનું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસીયત પર મક્કમ અમલ અને તૌહીદ પ્રત્યે સંપૂર્ણ ચપળતા.
યહૂદી અને નસ્રાનીઓની સરખામણી કરવા પર રોક લગાવવી અને એ કે કબરોને પાકી બનાવવી તેમની સરખામણી માંથી ગણવામાં આવશે.
કબરો પાસે અથવા તેમની તરફ મોઢું કરી નમાઝ પઢવી તેમની ઈબાદત કરવામાં શામેલ થશે, ભલેને ત્યાં મસ્જિદ ન હોય.