જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત…

જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય

અબૂ ઉમામહ ઇયાસ બિન ષઅલબા અલ્ હારિષી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ અલ્લાહ પ્રત્યે જાણી જોઈને જૂઠી કસમ ખાઈ એક મુસલમાનના અધિકારમાં ભંગ કરવાથી સચેત કર્યા છે, અને તેને સજા રૂપે જહન્નમમાં દાખલ કરવામાં આવશે, અને તેને જન્નતથી વંચિત કરી દેવામાં આવશે, અને તે મહા પાપો માંથી એક છે. કહેવામાં આવ્યું કે હે અલ્લાહના પયગંબર! સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ: જો તે કોઈ નાની વસ્તુ પર કસમ ખાઈ તો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભલેને તે એક પીળુંના વૃક્ષની ડાળ પ્રત્યે પણ કેમ ન હોય.

فوائد الحديث

અન્યના અધિકારોમાં ભંગ કરવાથી રોક્યા છે, અને તેણે પૂરા કરવા પર ઉભાર્યા છે, ભલેને તે કોઈ નાની વસ્તુ પણ કેમ ન હોય, અને કોઈ શાસક દ્વારા કોઈ કાર્ય થાય તો માનવી માટે તે યોગ્ય નથી કે તે જેની પરવાનગી ન હોય તે કાર્ય કરે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુસલમાનોના અધિકારોનો ભંગ કરવો સખત હરામ છે, અને થોડા અને વધુમાં કોઈ અંતર નથી, (બંનેનો ગુનોહ સરખો જ છે); કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "ભલેને તે એક પીળુંના વૃક્ષની ડાળ પણ કેમ ન હોય".

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ સજા તે વ્યક્તિ માટે છે, જે કોઈ મુસલમાનના અધિકારમાં કોઈ કમી કરે, અને તે તૌબા કર્યા પહેલા જ મૃત્યુ પામી જાય, પરંતુ જે વ્યક્તિને પોતાના કાર્ય પર અફસોસ થયો અને તેણે તૌબા કરી અને જેનો હક માર્યો હતો, તેને પાછો આપી દીધો, અને તે કાર્ય ફરીવાર ન કરવાનો પાક્કો ઇરાદો કર્યો, તો તેના પર કોઈ ગુનોહ નથી.

ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: અહીંયા મુસલમાનોના અધિકારો વિષે ખાસ વર્ણન કરવામાં આવ્યું; કારણકે તેઓને જ સંબોધિત કરવામાં આવ્યા છે, અને સામાન્ય રીતે શરીઅતમાં બિન મુસ્લિમોના અધિકારો પ્રત્યે પણ આજ આદેશ આપવામાં આવ્યો છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જૂઠ બોલવું તે વસ્તુને દર્શાવે છે જે તેના વિરુદ્ધ છે, ભલેને તે જાણી જોઈને બોલવામાં આવે કે અજાણતામાં, ભેલને તે ભૂતકાળની ખબર વિષે હોય કે ભવિષ્યની.

التصنيفات

હડપી લેવું