إعدادات العرض
અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્…
અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ કરતા હતા: «"અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو አማርኛ Oromoo ไทยالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સંપૂર્ણ અખ્લાક માટે શબ્દો એક જ દુઆમાં ભેગા કરી દીધા, જેના માટે તેમને મોકલવામાં આવ્યા છે, દીન, દુનિયા અને આખિરતની ઇસ્લાહ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ ઝબરદસ્ત દુઆમાં ત્રણેય જગ્યાની ઇસ્લાહ માટે દુઆ કરી છે, અને તેની શરૂઆત દીનની ઇસ્લાહથી કરી, જેના પર દીન અને દુનિયા બન્નેની ઇસ્લાહનો આધાર છે, કહ્યું: "અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીની" (હે અલ્લાહ! તું મારા દીનને સુધારી દે.) તેના કાયમ રાખવા માટે તેના આદાબની મને તૌફીક આપ, જેથી હું દીન પર સંપૂર્ણ રહી શકું. "અલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, (જે મારા જીવનનું મૂળ છે) જે મારા દરેક કાર્યનું મૂળ છે, જો તેમાં ફસાદ હશે, તો મારા દરેક કામમાં ફસાદ નજર આવશે, જેથી હું અસફળ થઈશ અને મારે નુકસાન ઉઠાવવું પડશે, અને એટલા માટે પણ જ્યાં સુધી મારા દીનની ઇસ્લાહ નહીં થાય, ત્યાં સુધી મારી દુનિયાની પણ ઇસ્લાહ નહીં થાય, કહ્યું: "વ અસ્લિહ્ લી દુનીયાય" (મારી દુનિયા પણ સુધારી દે), તું મને તંદુરસ્તી આપ, રોજી આપ, શાંતિ આપ, નેક પત્ની આપ, સદાચારી સંતાન આપ, અને તેના માટે જે પણ જરૂરત હોય તે મને આપ, અને હલાલ તરીકાથી આપ, જે તારા અનુસરણ માટે મદદરૂપ સાબિત થાય, ત્યારબાદ તેની જરૂરત માટેનો સવાલ કર્યો અને કહ્યું: 'અલ્ લતી ફીહા મઆશી" (જેમાં મારી રોજી લખેલી છે) જીવન પસાર કરવાની જગ્યા અને મારા જીવનનો સમય હું ક્યાં રહીશ અને ક્યાં વિતાવીશ. "વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી" (અને મારી આખિરત પણ સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે), મારે તારી તરફ જ પાછા ફરવાનું છે, એટલા માટે મારા દરેક અમલ સુધારી દે, અલ્લાહ તઆલા બંદાને ઈબાદતમાં ઇખલાસ અને શ્રેષ્ઠ અંતની તૌફીક આપે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તરતીબમાં દુનિયાના વર્ણન પછી આખિરતનું વર્ણન કર્યું, કારણકે બીજાની ઇસ્લાહ તે પહેલાની ઇસ્લાહ પર નિર્ભર છે, જે વ્યક્તિ આ દુનિયામાં અલ્લાહની ઈચ્છા પ્રમાણે જીવન પસાર કરશે, તેની આખિરત પણ સુધરી જશે અને તે ખુશ થઈ જશે. "વજ્અલ્લિ હયાત" (તું મારા જીવનને) મારી લાંબી ઉંમર, "ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી" (દરેક ભલાઈ અને નેક કાર્યમાં વધારાનું કારણ બનાવી દે) હું વધુમાં વધુ નેક અમલ કરું, "વજ્અલિલ્ મૌત" (અને મારું મૃત્યુ), તેમાં જલ્દી, "રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" (દરેક બુરાઈથી મને બચાવીને રાહત માટેનો સ્ત્રોત બનાવી દે) અને મારા માટે ફિતના, આજમાયશ, અવજ્ઞા, ગફલત, દુનિયાના દુઃખ દર્દથી છુટકારો અને રાહતનો સ્ત્રોત બનાવ.فوائد الحديث
સૌથી પહેલા અને મહત્વ દીનની ઇસ્લાહ છે, એટલા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દુઆની શરૂઆત દીનની ઇસ્લાહથી કરી.
દીન જ માનવીની સુરક્ષાનું મૂળ કારણ છે, જે તેને દરેક બુરાઈથી બચાવે છે.
દુનિયા બાબતે દુઆ કરવી, જે દુનિયા અને આખિરતમાં સુધારા માટેનો સ્ત્રોત છે.
દીનની સુરક્ષા ખાતર અને તેના ફિતનાના ભયના કારણે મૃત્યુની આશા કરવી, તેમજ શહાદતનો સવાલ કરવામાં કોઈ વાંધો નથી, દીનમાં તે નાપસંદ કાર્ય નથી.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ