إعدادات العرض
અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ…
અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français සිංහල ئۇيغۇرچە Hausa Kurdî Português Русский Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو አማርኛ ไทย Oromoo Românăالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સાંજ ક્યારે પણ આ દુઆ પઢવાનું ભૂલતા ન હતા: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ" (હે અલ્લાહ ! હું તારી પાસે આફીયતનો સવાલ કરું છું), દુનિયાના રોગ, બીમારીઓ અને પરેશાનીઓ તેમજ દીન બાબતે ઉઠતી મનેચ્છાઓ અને ફિતનાથી સલામતી ઈચ્છુ છું, "ફિદ્ દુનિયા વલ્ આખિરતિ (દુનિયા અને આખિરતમાં) તાત્કાલિક અને ભવિષ્યમાં આવનારી. "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ" (હે અલ્લાહ ! હું તારી પાસે માફીનો સવાલ કરું છું) જે બાબતે મેં હદ વટાવી દીધી છે તે ગુનાહ હટાવી દે, "વલ્ આફિયહ" (આફીયતનો સવાલ) દરેક પ્રકારની ખામીઓથી સલામતીનો સવાલ કરું છું, "ફી દીની" (દીનમાં) શિર્ક, બીદઅત અને ગુનાહોથી દૂર રહેવાનો સવાલ કરું છું, "વ દુનિયાય" (અને દુનિયા) મુસીબત, તકલીફ અને બુરાઇથી બચવાનો સવાલ કરું છું, "વઅહ્લી" (મારા ઘરવાળા) અર્થાત્ મારી પત્ની, મારી સંતાન, અને સગા સંબંધીઓ, "વમાલી" (અને મારો માલ) મારો માલ અને મારા અમલ. "અલ્લાહુમ્મસ્ તુર અવરાતી" (હે અલ્લાહ ! મારી પરદા વાળી વસ્તુઓ પર પરદો નાખ) મારી ખામીઓ, મારી ગફલત અને મારા ગુનાહને ખતમ કરી દે, "વઆમિન રવઆતી" (મારા ભયને શાંતિમાં ફેરવી નાખ) મારો ભય અને મારા ડરને. "અલ્લાહુમ્મહ્ફઝ્ની" (હે અલ્લાહ મારી સુરક્ષા કર) મને તકલીફ આપતા દરેક ઝહેરીલા તત્વોથી, "મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી" (મારી સામે, મારી પાછળ, મારી જમણી બાજુ મારી ડાબી બાજુએથી મારા ઉપરથી) હું તારી પાસે સંપૂર્ણ જગ્યાએથી સુરક્ષાનો સવાલ કરું છું, એટલા માટે કે મુસીબત અને અજમાયશ માનવી સાથે જોડાયેલી છે, અને તે કોઈ પણ બાજુથી આવી શકે છે. "વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્" (તારી મહાનતાના શરણમાં આવું છું કે હું નષ્ટ થઈ જાઉં) મને અચાનક પકડી લેવામાં આવે અને હું અજાણતામાં જ નષ્ટ થઈ જાઉં, "મિન તહ્તી" (મારી નીચેથી) જમીનમાં ધસાવીને.فوائد الحديث
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતા હંમેશા આ દુઆ પઢતા રહેવું જોઈએ.
જે પ્રમાણે દીન બાબતે અલ્લાહ પાસે આફિયત અને ભલાઈનો સવાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એવી જ રીતે દુનિયામાં પણ આફિયત અને ભલાઈનો સવાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: છ સીમાઓનું વર્ણન કરવામાં આવ્યું; કારણકે મુસીબત અને તકલીફ અહીંયાથી જ આવે છે, નીચેથી જે તકલીફ પહોંચે છે, તેનો આઘાત વધારે હોય છે, માટે તેને અલગ વર્ણન કરવામાં આવ્યું.
આ દુઆ સવારમાં પઢવી બહેતર છે: ફજરથી લઈ કે જ્યારે સૂર્યોદય થાય ત્યાં સુધી, અને અસર બાદથી લઈ કે સૂર્યાસ્ત પહેલા સુધી, જો ત્યારબાદ પઢવામાં આવે તો પણ કાફી છે અર્થાત્, તેનો અમુક ભાગ ચાશતના સમયે, થોડોક ભાગ ઝોહર બાદ, થોડોક ભાગ મગરિબ બાદ; કારણકે તે પણ ઝિક્રનો સમય છે.
જે દુઆ દલીલથી સમય સાથે સાબિત હોય, તે દુઆને તે સમયે જ પઢવામાં આવે, જેવું કે સૂરે બકરહની છેલ્લી બે સૂરતો, તેને સૂર્યાસ્ત પછી પઢવામાં આવે તો બહેતર છે.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ