إعدادات العرض
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ…
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે
બહઝ બિન હકીમ પોતાના પિતાથી તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે કે: મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو हिन्दी 中文 Kurdî Português Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili አማርኛ Hausa සිංහල ไทยالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે સૌથી વધારે સદ્ વ્યવહારનો અધિકાર તેમજ ઉપકાર કરવાનો હક તેમજ ભલાઈ, સારું વર્તન અને સિલા રહેમીનો હક: તમારી માતા ધરાવે છે, અને માતાના હક વિશે તાકીદ કરતા ત્રણ વખત કહ્યું, દરેક લોકોમાં અન્ય કરતા માતાની મહત્ત્વતા વધુ વર્ણન થઈ છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે એક પછી એકનું નામ વર્ણન કર્યું, કહ્યું કે ત્યારબાદ તમારા પિતા સૌથી વધારે સદ્ વ્યવહારનો હક ધરાવે છે, ત્યારબાદ સંબંધીઓ માંથી જે નજીક હોય તે, જે વ્યક્તિ સબંધમાં નજીક હશે તે દૂરના સંબંધી કરતા વધુ હક ધરાવશે.فوائد الحديث
હદીષમાં માતાને ત્યારબાદ પિતા અને પછી નજીકના સંબંધીઓને ક્રમ પ્રમાણે સદ્ વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપ્યું છે અને ત્યારબાદ સંબંધીઓના દરજ્જા પ્રમાણે સિલા રહેમી કરવામાં આવશે.
માતાપિતાનો દરજ્જો અને ખાસ કરીને માતાનો દરજ્જો.
હદીષમાં માતા સાથે સદ વ્યવહાર કરવા પર ત્રણ વખત તાકીદ કરવામાં આવે છે; કારણકે સંતાન પર તેમની મહ્ત્વતાના કારણે, બાળકો બાબતે તકલીફો બરદાસ્ત કરતા, અને પોતાના પેટમાં 9 મહિના સુધી રાખી તે દરમિયાન આવતી તકલીફોને બરદાસ્ત કરે છે, પછી જન્મ આપતાનો સમય, દૂધ પીવડાવવાનો સમય, આ દરેક કામ માટે માતા ખાસ છે, ત્યારબાદ તરબીયત કરતા પિતા સાથ નિભાવે છે.