અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ…

અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ કરેલ આદેશોને માનવામાં આવે અને તેના પર અમલ કરવામા આવે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ કરેલ આદેશોને માનવામાં આવે અને તેના પર અમલ કરવામા આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે: અલ્લાહ તઆલા તે પસંદ કરે છે કે તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, અર્થાત્ જે આદેશો અને ઈબાદતોમાં કોઈ કારણસર બંદા પર જે કાર્યો વાજિબ છે તેના છૂટ અને સહુલત હોય, જેમકે સફરમાં મુસાફિર નમાઝને કસર (જોહર, અસર અને ઈશામાં ચાર રકાઅતના બદલામાં બે બે રકઅત) પઢે, તેમજ બે નમાઝોને એકઠી કરી પઢી શકે છે., એજ રીતે જે રીતે અલ્લાહને પસંદ છે તેણે લાગુ કરેલ આદેશો પર અમલ કરવામાં આવે, જેમકે વાજિબ કર્યો, કારણકે છૂટ અને કાર્ય પર અડગ રહેવા બંને માટે અલ્લાહના આદેશો સરખા છે.

فوائد الحديث

અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર દયાળુ છે કે તેણે પસંદ છે તેણે આપેલ છૂટો અને સહુલતો પર અમલ કરવામાં આવે.

તેના દ્વારા શરીઅત સંપૂર્ણ હોવાની દલીલ જોવા મળે છે કે તેના દ્વારા મુસલમાનો પર જે કાઠીનાઈઓ આવે છે તેને દૂર થાય છે.

التصنيفات

શરીઅતનો આદેશ, Religious Assignment and its Conditions, શરીઅતના હેતુઓ